દુષ્કર્મનો ભોગ બનેલી તરુણીનો12 વીકના ગર્ભને ટર્મિનેટ કરવા કોર્ટે મંજુરી આપી

On: December 4, 2021 10:04 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]



સુરત

કીમ વિસ્તારની 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે યુવાને દુષ્કર્મ કરી તરછોડી દીધી હતી

સુરત
જિલ્લામાં કીમ પોલીસ મથકની હદમાં દુષ્કર્મનો ભોગ બનનાર તરૃણીના 12અઠવાડીયાના ગર્ભને
ટર્મિનેટ કરવાની પરવાનગી માંગતી અરજીને આજે અદાલતે મંજુરીની મહોર મારી જરૃરી કાળજી
રાખવા સહિતના નિર્દેશ આપવામાં આવ્યો છે.

કીમ
પોલીસ મથકના હદ વિસ્તારમાં રહેતા આરોપી નિલેશ ધુલીયાભાઈએ પોતાની નજીકના વિસ્તારમાં
રહેતી 17વર્ષની તરૃણીને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરીને
તરછોડી દીધી હતી.જેથી દુષ્કર્મનો ભોગ બનનાર તરૃણીને પેટમાં દુઃખાવો થતાં તબીબી
તપાસ કરાવવામાં આવતાં તરૃણી સગર્ભા હોવાનુંબહાર આવ્યું હતુ.જેથી ભોગ બનનાર બાળાના
વાલીઓએ આરોપી યુવક નિલેશ ધુલિયાભાઈ વિરુધ્ધ કીમ પોલીસમાં પોક્સો એક્ટના ભંગ બદલ
ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલભેગો કર્યો છે. બીજી તરફ દુષ્કર્મનો
ભોગ બનનાર સગર્ભા સગીર બાળાને 12અઠવાડીયાનો ગર્ભ હોઈ ભોગ બનનારના વાલીઓએ ગર્ભ
ટર્મિનેટ કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે
કાયદાકીય જોગવાઈને લક્ષમાં લઈને તરૃણીનો ગર્ભપાત કરવાની પરવાનગી આપી જરૃરી કાળજી
રાખવાનો નિર્દેશ આપ્યો છે

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!