[ad_1]

જામનગર, તા. 4 ડિસેમ્બર 2021 શનિવાર
જામનગર જિલ્લાના જોડિયા અને જામજોધપુરમાં ઇંગ્લિશ દારૂ અંગે બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે. ધ્રોળ તાલુકાના હજામચોરા ગામમાં એક વાડીમાં કામ કરી રહેલો શ્રમિક જોડિયા રોડ પરથી ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે પકડાયો છે. જ્યારે જામજોધપુરના સતાપર ગામ પાસેથી બાઇક પર દારૂ સાથે નીકળેલા બે શખ્સોને પોલીસે પકડી પાડયા છે.
ધ્રોળ તાલુકાના હજામચોરા ગામ નજીક આવેલી એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દિલીપ કલ સિંગ ભુરીયા નામના આદિવાસી શખ્સને જોડિયા પોલીસે છ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે પકડી પાડ્યો છે, અને તેની સામે દારૃબંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
બીજો દારૂ અંગેનો દરોડો જામજોધપુર પંથકમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં સત્તાપર ગામના પાટિયા પાસેથી બાઇક પર ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા સત્તાપર ગામના નાથા ઉર્ફે જીગ્નેશ હરિભાઈ ચૌહાણ તેમજ કપિલ ગોપાલભાઈ રાઠોડને પોલીસે પકડી પાડયા છે, અને દારુ તથા બાઇક કબજે કર્યા છે. ઉપરાંત તેને દારૂ સપ્લાય કરનાર પોરબંદરના રાણાવાવના લખન કેશુભાઈ નામના શખ્સને ફરારી જાહેર કરાયો છે.
[ad_2]
Source link






