[ad_1]
મુંદરા,તા.૩
મુંદરા બંદર પર છેલ્લા ઘણા સમયાથી પ્રતિબંિધત વસ્તુઓના પગપેસારા ઉપરાંત મુંદરા બંદરને બદનામ કરતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મુંદરા ખાતેના સૃથાનિક બંદરનો વિકાસ દિવસા ેદિવસ રોકેટગતીએ થઈ રહ્યો છે. બીજીતરફ અમુક તત્વો દ્વારા ગુનાહિત ધંધાઓ કરાઈ રહ્યા છે.જેમાં અંડર ઈન્વોઈસનું મસમોટું કૌભાંડ ચાલતું હોવાની આશંકા છે.
ભુતકાળમાં મુંદરા બંદર પર વિદેશી સીગરેટ,હેરોઈન, લાલચંદનની દાણચોરી જેવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે. આવા સંજોગોમાં હવે મુંદરા બંદર પરાથી મોટાપાયે કસ્ટમ ડયુટીની ચોરી કરાતી હોવાની વાતો બહાર આવી છે. વ્યવસિૃથત રીતે આવી ચેઈન દ્વારા કૌભાંડ આચરાતું હોવાની વાતો બહાર આવી છે. મુંદરા બંદર પર વિદેશાથી આવતા માલમાં અંડર ઈન્વોઈસીંગ દ્વારા મોટી રકમની કસ્ટમ ડયુટીની ચોરી કરવામાં આવતી હોવાની ચર્ચાઓ મુંદરા પંથકમાં થઈ રહી છે. મુંદરા બંદરમાં ખાસ કરીને દુબઈ તરફાથી જે માલ મંગાવવામાં આવે છે તેમાં અંડર ઈન્વોઈસ દ્વારા મસમોટી રકમની ભાવફેરની ડયુટી ચોરી કરવામાં આવે છે. અંડર ઈન્વોઈસનો મતલબ એવો છે કે, વિદેશાથી જે માલ મંગાવવામાં આવે છે તે માલની કિંમત વાધારે હોય છે. પરંતુ તેના બિલ સાવ ઓછી રકમના બનાવવામાં આવે છે. કસ્ટમ દ્વારા જે ડયુટી વસુલવામાં આવે છે તે માત્ર ઈન્વોઈસના આાધારે ડયુટી લેવામાં આવે છે. પંરતુ આ ઈન્વોઈસની સાચી રકમના વ્યવહાર બારોબાર થઈ જાય છે. અને ઓછી રકમના ઈન્વોઈસને લીધે ઓછી ડયુટી ભરવી પડે છે. જેની તફાવત રકમ ઘણી મોટી થવા જાય છે. આ કૌભાંડ લાંબા સમયાથી ચાલી રહ્યું હોવાનું બિનસત્તાવાર ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા મુંબઈના આયાતકાર દ્વારા મંગાવવામાં આવેલા કેન્ટેનરો કોઈ કારણસર અટકાવી દેવામાં આવતા આયતકારના પ્રતિનિિધએ મુંદરા બંદરે આવીને પોતાના સંબંધો કામે લગાડતા સમગ્ર કૌભાંડની ચર્ચાએ જોર પકડયું હતું. આ કૌભાંડના કારણે દેશને મોટી રકમનું આિાર્થક નુકશાન તો થઈ જ શકે તેની સાથોસાથ મુંદરા બંદરે આવતા આવા કન્ટેનરોમાં કેટલોક એવો માલ જેની સામે પ્રતિબંધ છે તે પણ ઘુસી જતો હોય છે. કચ્છનું કંડલા અને મુંદરા બંદર એકબીજાને ટક્કર આપી રહ્યા છે ત્યારે મુંદરા બંદર ખાતેના કામકાજ પર સવાલો ઉઠી રહ્યા છે જેની તપાસ થવી જરૃરી છે.
[ad_2]
Source link






