[ad_1]

સુરત, તા. 03 ડિસેમ્બર 2021 ગુરુવાર
સુરતના આંબાવાડી કાલીપુલ વિસ્તારમાં સોમવારે મધરાતે માથાભારે ચિનાની ગેંગે જુના ઝઘડાની અદાવતમાં યુવાનના મોપેડની તોડફોડ કરી તેને તલવારના ચાર ઘા ઝીંક્યા હતા. અગાઉ પોલીસ પર પણ હુમલો કરનાર ચિનાની ગેંગના ચાર સાગરીતોની સલાબતપુરા પોલીસે ધરપકડ કર્યા બાદ સૂત્રધાર ચિના, તેના ભાઈ સહિત પાંચની ગતરોજ ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આંબાવાડી કાલીપુલ વિસ્તારમાં રહેતો અબ્દુલ મલબારી ગત રવિવારે રાત્રે 12.15 ના અરસામાં જુમ્માશાના ટેકરો હળપતિવાસ મંદિરની સામે બાંકડા પર બેસેલો હતો ત્યારે જુના ઝઘડાની અદાવતમાં માથાભારે ચિના, તેના ભાઇ જાફર ઉર્ફે ગોલ્ડન, બીજો ભાઇ નાજીમ ( ત્રણેય રહે. અકબર સઇદનો ટેકરો, રૂસ્તમપુરા, સુરત ), અનુ મલેકનો છોકરો બાબા ( રહે. જુમ્માશાનો ટેકરો, સલાબતપુરા, સુરત ) તથા તેમની સાથે આવેલા ત્રણ-ચાર અજાણ્યાઓએ તેના મોપેડમાં તોડફોડ કર્યા બાદ તેના જમણા પગના થાપાના નીચેના ભાગે, પીઠના પાછળના ભાગે જમણી બાજુ, ડાબી બાજુ કમરના ભાગે અને ડાબા હાથે તલવારના ઘા ઝીંક્યા હતા.તમામે અબ્દુલ સાથે બેસેલા જાવેદ રસીદ શેખને પણ ખુલ્લી તલવારો વડે ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ભાગી છૂટ્યા હતા.
અગાઉ અનુ સાથેના ઝઘડામાં પોલીસ પર પણ હુમલો કરનાર ચિનોની ગેંગ વિરુદ્ધ અબ્દૂલના પિતરાઈ ભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચિનોની ગેંગના ચાર સાગરીતોની ધરપકડ કરી હતી.
દરમિયાન, પોલીસે સૂત્રધાર કરીમ ઉર્ફે ચિના રહીમખાન ઉર્ફે હજરતખાન પઠાણ ( ઉ.વ.28, રહે. ઘર નં.150, અકબર સઈદનો ટેકરો, વજીશા બાવાની દરગાહની પાસે, રૂસ્તમપુરા પોલીસ ચોકી પાસે, સુરત ), તેના ભાઈ નાઝીમ ( ઉ.વ.24 ), સાદીક મુસ્તાક શેખ ( ઉ.વ.19, રહે. 5020, અકબર સઈદનો ટેકરો, રૂસ્તમપુરા, સુરત ), મુકદરખાન ઉર્ફે મમ્મુ સલીમખાન ( ઉ.વ.20, રહે.3024, અકબર સઈદનો ટેકરો, રૂસ્તમપુરા, સુરત ) અને સોયેબ સેહજાદ અંસારી ( ઉ.વ.19, રહે ડી/31, ઉમરવાડા ટેનામેન્ટ, ઉમરવાડા, સુરત ) ની ધરપકડ કરી હતી.
[ad_2]
Source link






