[ad_1]

જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર
જામનગર શહેર અને જિલ્લામાં વીજ તંત્ર દ્વારા સતત પાંચમા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને આજે વધુ 18.90 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન વીજચોરીના આંક એક કરોડને પાર પહોંચ્યો છે. વીજતંત્ર દ્વારા સોમવારથી વ્યાપક પ્રમાણ વીજ ચોરી અંગે દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને અત્યાર સુધીમાં એક કરોડ થી વધુની ,વીજચોરી પકડાઇ ચૂકી છે.
આજે સતત પાંચમા દિવસે પણ વીજ ચેકિંગ ની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી અને જામનગર તાલુકાના સિક્કા સબડિવિઝન સાપર સબડિવિઝન ઉપરાંત જામનગર ગ્રામ્યના સીટોના ડિવિઝન આવતા ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાઈ ચેકિંગ હાથ ધરવામાં હતું.
વહેલી સવારથી જ 28 જેટલી વીજ ચેકિંગ ટુકડીને દોડતી કરવામાં આવી હતી. જેઓ દ્વારા કુલ 387 વીજ જોડાણ ને ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 64 વીજ જોડાણમાં ગેરરીતિ માલૂમ પડી હતી, જેઓને 18.90 લાખના વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે. પાંચ દિવસના સમયગાળા દરમિયાન 1 કરોડ જેટલી વીજચોરી પકડી પાડવામાં આવી છે. વીજતંત્રના આદરોડા ને લઈને વીજચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે.
[ad_2]
Source link






