વડોદરાના પૂર્વ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેક બનાવાશે

On: December 3, 2021 9:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 બુધવાર

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં નગરજનોને તથા રમતવીરોને સાયકલ ટ્રેકની સુવિધા મળી રહે તથા સ્વાસ્થ્ય જળવાય તેવા ઉદ્દેશથી કોર્પોરેશન દ્વારા સાયકલ ટ્રેકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 

વડોદરા શહેરના આજવા અને વાઘોડિયા ને જોડતા ટ્રેક ઉપર સરદાર એસ્ટેટ થી મહાવીર ચાર રસ્તા થઈ, સુલેમાન ત્રણ રસ્તા, ઉમા અને વૃંદાવન ચાર રસ્તા થઈ પરત સરદાર એસ્ટેટ સુધી ત્રિકોણ આકારમાં સાયકલ ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું છે. રૂપિયા 1.88 કરોડના ખર્ચે આશરે ચાર કિલો મીટરની લંબાઈ ધરાવતા સાયકલ ટ્રેક નું નિર્માણ કરવામાં આવશે. આ ખર્ચમાં રોડ વાઇન્ડિંગના કામનો પણ સમાવેશ થાય છે. 

કોરોના કાળમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. આ વિસ્તારમાં સાયકલ ટ્રેક ની સુવિધા શરૂ થતા રમતવીરોને ફાયદો થશે તેવા ઉદ્દેશથી આ સાયકલ ટ્રેકનું  ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું હતું. આગામી ત્રણ ચાર મહિનામાં આ આયોજન પૂર્ણ થશે અને નગરજનોને સુવિધા મળી રહેશે. 

છત્રીસ મીટરની પહોળાઈ ધરાવતા રોડ પર એક બાજુના ભાગે જ્યાં કાચો રસ્તો હતો ત્યાં આ સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. જેના પર માત્ર સાઇકલ ચલાવી શકાશે એ સિવાય બીજા કોઈ વાહનોને ચલાવવાની છૂટ નહિ મળે. રોડ પર સાયકલ ટ્રેક માટે સાઇન મુકવામાં આવશે. 

વડોદરામાં આટલો મોટો લાંબો સાઈકલ ટ્રેક પ્રથમવાર બનવા જઈ રહ્યો છે. એ અગાઉ કમાટીબાગમાં સાયકલ ટ્રેક બનાવ્યો હતો, પરંતુ સાઇકલો કોર્પોરેશનને મૂકી હતી અને લોકોએ તેનો ઉપયોગ કર્યો નહીં .એ પછી વડસર લેન્ડફીલ સાઇટ પર પણ સાયકલ ટ્રેક બનાવ્યું છે, પરંતુ લોકો તે ઓછો ઉપયોગ કરે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!