Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વંદિત અમેરિકાથી મેજિક મશરૂમ ડ્રગ્સ મંગાવી ઊંચી કિંમતે વેચતો હતો

On: November 29, 2021 3:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


બોપલ ડ્રગ્સ કાંડમાં ઘટસ્ફોટ

મેજીક મશરૂમ ડીપ્રેશન સ્થિતિમાંથી બહાર આવવા માટે વિશેષ લેવામાં આવે છે: કોરોના પછી વંદિતના ગ્રાહકોમાં વધારો થયો હતો 

અમદાવાદ : બોપલ ડ્રગ્સ મામલે તપાસ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં મુખ્ય આરોપી વંદિત પટેલ વિવિધ ડ્રગ્સને મિક્ષ કરીને અલગ અલગ પ્રકારના મુડ માટે જુદાજુદા ડ્રગ્સ તૈયાર કરતો  હતો.  પરંતુ,  અમેરિકાથી તેના દ્વારા મંગાવવામાં આવતા ડ્રગ્સ પૈકી મેજીક મશરૂમને વિશેષ ડિમાન્ડથી મંગાવતો હતો.

સામાન્ય રીતે મેજીક મશરૂમ ડ્રગ્સ ગોવા, મુંબઇ જેવા શહેરોમાં પણ  ખુબ ઉંચી કિંમતે વેચાણ કરાતુ હોય છે.    પરંતુ, અમદાવાદમાં મેજીક મશરૂમના ડ્રગ્સને લાવનાર વંદિત પટેલ પ્રથમ પેડલર હોવાનું પણ  જાણવા મળ્યું છે. બોપલ ડ્રગ્સ મામલે  વંદિત  પટેલ અને પાર્થ શર્માની  પુછપરછમાં અમદાવાદ શહેરના અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો હતો.

જેમાં  કાશ્મીર, હિમાચલ પ્રદેશના અફીણથી માંડીને અમેરિકાથી મંગાવવામાં આવતા ચરસ, ગાંજા, મેજીક મશરૂમ અને  કોકેઇન જેવા તમામ પ્રકારના ડ્રગ્સનું  ખુબ મોટા પાયે વેચાણ કરાતુ હોવાની વિગતો મળી હતી.  રવિવારે બીજા તબક્કાના રિમાન્ડ પુરા થતા આરોપી વંદિત પટેલ અને પાર્થ શર્માને  જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. 

વંદિત પટેલની પુછપરછમાં જે ચોંકાવનારા ખુલાસા થયા હતા. તેમાં તે વિવિધ પ્રકારના ડ્રગ્સને મિક્ષ કરીને વિવિધ પ્રકારના મુડ માટે અલગ અલગ ડ્ગ્સ તૈયાર કરતો હોવાની વિગતો પણ મળી હતી.   જો કે મેજીક મશરૂમ ડ્રગ્સને લઇને  પોલીસ વધારે ચોંકી ગઇ હતી. મુંબઇ, દિલ્હી, ગોવા જેવા શહેરોમાં પણ ખુબ  મર્યાદિત પ્રમાણમાં ઉંચી કિંમતે મળતા મેજીક મશરૂમ ડ્ગ્સને ગુજરાતમાં લાવનાર વંદિત પટેલ પહેલો ડ્રગ્સ પેડલર હતો.

મેજીક મશરૂમ અમેરિકાના કેલિફોર્નિયામાં ખાસ ઉત્પાદિત કરવામાં આવે  છે . જે  ભારત સહિતના દેશોમાં ઉત્પાદિત થતા મેજીક મશરૂમ કરતા વધુ ઉચ્ચ ગુણવતાની  હોય છે. જે ને એન્ટી ડીપ્રેશન ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે છે.  મેજીક મશરૂમ ડ્રગ્સનુ ંઉત્પાદન તેની માંગ કરતા ઓછુ હોવાથી તેની કિમત પણ સૌથી વધારે રહેતી હતી. પરંતુ, બે વર્ષમાં મેજીક મશરૂમ ડ્રગ્સના  ખાસ ગ્રાહકો બનાવી લીધા હતા.

જે માત્ર મેજીક મશરૂમ ડ્રગ્સની ખરીદી કરતા હતા અને આ માટે એડવાન્સમાં નાણાં પણ ચુકવી દેતા હતા.એક અંદાજ મુજબ અમદાવાદ સહિત ગુજરાતમાં મેજીક મશરૂમના 100થી વઘારે ગ્રાહકો  વંદિત પટેલ પાસેથી મેજીક મશરૂમ મંગાવતા હતા.  આમ, ગુજરાતમા મેજીક મશરૂમ  ડ્રગ્સનો કારોબાર વંદિતનાં ડ્રગ્સના કારોબારમાં સૌથી મહત્વનો બની રહ્યો હતો.

મેજીક મશ રૂમને તે પ્રોસેસ કર્યા વિના વિશેષ પાર્સલમાં મંગાવતો હતો અને મશરૂમ હોવાને કારણે કસ્ટમથી માંડીને કોઇ પણ વિભાગ દ્વારા પાર્સલની  ચકાસણી થાય તો પણ કોઇને શંકા જતી નહોતી.

મેજીક મશરૂમ ડ્રગ્સના એક પીસની કિંમત વીસ હજારથી શરૂ કરીને 40  હજાર સુધી રહેતી હતી. બાદમાં  તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ તેને પ્રોસેસ કરીને ડ્રગ્સ તરીકે ઉપયોગ કરતા હતા. મેજીક મશરૂમની ખાસિયત  એ છે કે તે મગજ પર તીવ્રતા સાથે અસર કરે છે. જેમાવ્યક્તિ એક ડોઝ લેવાથી બે કલાક થી માંડીને આઠ કલાક સુધી તેની  અસરમાં રહેતો હોય છે. વંદિત મેજીક મશરૂમનો ઉપયોગ ડાર્ક કોફી સાથે કરવાનો આગ્રહ રાખતો હતો. 

બીજી સૌથી મહત્વની વાત એ  હતી કે સામાન્ય રીતે કોઇ ડ્રગ્સ લીધા બાદ વ્યક્તિ કલાકો  સુધી  આંખો બંધ કરીને કલાકો સુધી શાંત રહેતો હતો અને કોઇને અંદાજ પણ નહોતા આવતો કે તેણે કોઇ ડ્રગ્સ લીધું છે.   આ સાથે વંદિત પટેલ મેજીક મશરૂમનો ઉપયોગ સ્પીરીચ્યુઅલ ડ્રગ્સ બનાવવા માટે પણ કરતો  હતો.  તો કોરોના બાદ લોકોના ડીપ્રેશનમાં વધારો થવાની સાથે વંદિત પટેલના ગ્રાહકોની સંખ્યા પણ વધી હતી. જેમાં મેજીક મશરૂમનુ વેચાણ બમણુ થયુ હતું.

સ્પિરિચ્યુઅલ ડ્રગ્સ  લીધાના કલાકો સુધી બંધાણી ધ્યાનમાં જતો રહેતો 

વિવિધ મુડ આધારિત ડ્રગ્સ વંદિત પટેલ તૈયાર કરીને ઉંમર પ્રમાણે સજસ્ટ કરીને ડ્રગ્સ આપતો

આરોપી વંદિત પટેલની ડ્રગ્સ વેચાણની મોડસ ઓપરેન્ડી જાણીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દગ રહી ગયા હતા. કારણ કે તે વિવિધ મુડ માટે અલગ અલગ પ્રકારના ડ્રગ્સને તૈયાર કરતો હતો. જેમાં સ્પીરિચ્યુલ ડ્રગ્સ લેનાર 40 વર્ષની ઉપરની ઉમરનો વિશેષ વર્ગ હતો. જે લોકો માટે તે ખાસ ડ્રગ્સ તૈયાર કરતો હતો.

આરોપી વંદિત પટેલ લગભગ તમામ પ્રકારના ડ્રગ્સથી વાકેફ હતો અને તે  ઘણા ડ્રગ્સ લેતો પણ હતો. પંરંતુ,  ડ્રગ્સ વેચાણ  કરવા માટે તેણે તમામ પ્રકારના ડ્રગ્સની  તમામ વિગતો એકત્ર કરી હતી. જેના આધારે તે વિવિધ ડ્રગ્સ અલગ અલગ પ્રમાણમાં મિક્સ કરીને વિશેષ ડ્રગ્સ તૈયાર કરતો હતો. જે મુડ પ્રમાણે લઇ શકાતા હતા. જેમાં 20 થી 35 વર્ષના  યુવકો માટે  ગાંજા, મેજીક મશરૂમ  અને કોકેઇન જેવા ડ્ગ્સને મિલાવીને એક  ચોક્કસ  ડ્રગ્સ બનાવતો હતો.

જે લીધા બાદ કોઇ વ્યક્તિ  દુખી હોય તો તે વધુ દુખી થવાનો અહેસાસ કરતો અને જો તે ખુશ હોય તો દશ ગણી ખુશીનો અહેસાસ કરતો હતો.  ખાસ કરીને યુવાનો પરીક્ષા કે પ્રેમ  જેવી બાબતોનેલઇને ડીપ્રેશનમાં આવે ત્યારે આ ડ્રગ્સને તે સજેસ્ટ કરતો.  વાત માત્ર આટલે ન અટકી તેણે સ્પીરિચ્યુલ ડ્રગ્સ પણ તૈયાર કર્યું હતું .

જેમાં તે મેજીક મશરૂમ અને અફીણનો વધારે ઉપયોગ કરતો આ ડ્ગ્સ  અંગે તે દાવો કરતો હતો કે તે લીધા બાદ લોકો કલાકો સુધી  ધ્યાનમાં સરી પડે છે. આ ડ્રગ્સ લેનારાઓની ઉમર 40  વર્ષથી માંડીને 55 વર્ષ સુધી હતી અને જે ખરીદનાર મોટો વર્ગ હતો. આ સાથે તે  થોડા કલાકો માટે તે  લાંબા સમય સુધી અસર રહે  તેવા ફર્યુઝન ડ્રગ્સ પણ બનાવતો હતો. આમ,તેણે  ગ્રાહકાની જરૂરિયાત પ્રમાણે ે  ડ્રગ્સ તૈયાર કર્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!