[ad_1]
અમદાવાદ,
વિવિધ આઈઆઈએમ અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટેની કેટ (કોમન એડમિશન ટેસ્ટ) આજે લેવાઈ હતી.જે ત્રણ
સેશનમા લેવામા આવી હતી.આ વર્ષે કેટનું પેપર એકંરે અઘરુ રહ્યુ હતુ અને એક્ઝામ
પેટર્ન પણ બલાઈ હતી.
આ વર્ષે કેટ
પરીક્ષા આઈઆઈએમ અમદાવાદ દ્વારા કન્ડક્ટ કરવામા આવી છે.છેલ્લા કેટલાક વર્ષોથી કેટ
પરીક્ષાની પેટર્ન સરખી જેવી હતી પરંતુ આ વર્ષે પેટર્ન અગાઉથી જાહેર થઈ ન હતી અને
પ્રશ્નોની સંખ્યા ઘટી શકે તેવુ જણાવાયુ હતું.આ વખતની કેટ પરીક્ષામાં પેટર્ન પુરી
બદલાઈ હતી અને કુલ પ્રશ્નોની સંખ્યા ઘટાડીને ૬૬ કરી દેવાઈ હતી.કેટ એક્ઝામ એક્સપર્ટ
મનિષ શાહે જણાવ્યું હતું કે આ વર્ષે કેટ પરીક્ષામાં ત્રણેય સેકશનના પ્રશ્નોની
સંખ્યા ઘટાડી અલગ અલગ રાખવામા આવી
હતી.છેલ્લે ૨૦૦૮માં વર્બલ સેકશન અને ક્વોન્ટ (મેથ્સ) સેકશનના પ્રશ્નોની સંખ્યા
જુદી જુદી હતી.મોટા ભાગે કેટમાં વર્બલ એબિલિટી, લોજિકલ રિઝનિંગ ડેટા
ઈન્ટરપ્રિટેશન અને ક્વોન્ટ (મેથ્સ) સહિતના ત્રણેય સેકશનમાં પ્રશ્નોની સંખ્યા સરખી
હોય છે કે એટલે કે સરખે ભાગે પ્રશ્નો વહેંચાય છે પરંતુ ૧૩ વર્ષ બાદ પ્રથમવાર વર્બલ
સેકશનમાં પ્રશ્નની વધારે હતી અને ક્વોન્ટ
સેકશનમાં ઓછી હતી.
ગત વર્ષે કેટમાં ત્રણેસ સેકશનના કુલ ૭૬ પ્રશ્નો
હતા અને આ વર્ષે ૬૬ પ્રશ્નો હતા.જેમાં વર્બલ સેકશનમાં ૨૪ ,લોજિકલ રિઝનિંગમાં ૨૦ અને ક્વોન્ટ સેકશનમાં ૨૨ પ્રશ્નો હતા. ગત વર્ષની સરખામણીએ
આ વર્ષે કેટનુ પેપર એકંદરે અઘરુ રહ્યુ છે.જેમાં વર્બલ સેકશનના પ્રશ્નો થોડા અઘરા હતા, લોજિકલ રિજનિંગ
સેકશનમાં ગત વર્ષ જેટલા અઘરા અને ટ્રીકી પ્રશ્નો હતા.જ્યારે ક્વોન્ટ સેકશનમાં પ્રશ્નોની
સંખ્યા ઓછી હતી પરંતુ વિદ્યાર્થીઓ ખૂબ જ મુંઝાય તેવા અઘરા હોવાથી આ સેકશન પુરો કરવામાં
ખૂબ જ સમય જતા લાંબુ રહ્યુ હતું. આ વર્ષે ૯૯ પર્સેન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓના કુલ
માર્કસ ગત વર્ષ કરતા ૧૦થી૧૫ જેટલા ઓછા આવી શકે છે અને જેથી કટ ઓફમાં પણ ઘટાડો થઈ શકે
છે. સમગ્ર દેશમાં ૨.૩૧ લાખ વિદ્યાર્થી નોંધાયા હતા અને જેમાંથી ગુજરાતમાં અંદાજે ૧૦
હજારથી વધુ વિદ્યાર્થીએ આ વર્ષે કેટ આપી છે.પરિણામ જાન્યુઆરીના પ્રથમથી બીજા સપ્તાહમાં
આવશે.
[ad_2]
Source link






