Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કોર્પોરેશનની વેબસાઈટ હેક કરી લખ્યું તુર્કી કે મિત્ર બનો, શત્રુ મત બનો

On: November 28, 2021 10:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પેજ રીલોડ કરવા
માટે આઈટી ટીમો કામે લાગી સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવશે

ગાંધીનગર : ગાંધીનગર
મહાનગરપાલિકાની ઓફીસિયલ વેબસાઈટ તુર્કીના હેકર્સે હેક કરતાં દોડધામ મચી ગઈ છે. હેકર્સો
દ્વારા મનપાનું હોમ પેજ હેક કરીને તેમાં તુર્કી ભાષામાં લખાણ કરવામાં આવ્યું છે.જેમાં
લખ્યું છે કે તુર્કી કે મિત્ર બનો, શત્રુ મત બનો. જુર્મ સે અબ તક છુટ ચુકે લોગો કા
ભવિષ્ય ભયાનક હોગા. જેને લઈ કોર્પોરેશનની આખી ટીમ કામે લાગી છે તો આ અંગે સાયબર ક્રાઈમમાં
ગુનો દાખલ કરવા માટેની પણ તજવીજ શરૃ કરવામાં આવી છે.   

રાજયના પાટનગર
ગાંધીનગરમાં એકબાજુ વાઈબ્રન્ટ સમિટની સુરક્ષા લઈ પોલીસ એકશન પ્લાન બનાવી રહી છે ત્યારે
આ સ્થિતિમાં તુર્કીના હેકરો દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ઓફીશીયલ વેબસાઈટને હેક
કરવામાં આવતાં ભારે દોડધામ મચી ગઈ છે. આજ સવારથી જ કોર્પોરેશનનું વેબ પેજ ખુલતાંની
સાથે જ તુર્કી ભાષામાં લખેલા સંદેશાઓ જોવા મળ્યા હતા. જેને લઈ ગાંધીનગર કોર્પોરેશનની
આઈટી વિભાગની ટીમ આ પેજને રીલોડ કરવા માટે મથી રહી છે. હેક કરીને હેકરો દ્વારા તુર્કી
ભાષામાં લખાયું છે કે જુલ્મ સે અબ તક છુટ ચુકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા, તુર્કી કે
મિત્ર બનો, શત્રુ મત બનો. એટલું જ નહીં જે હેકર્સ ટીમ દ્વારા આ વેબસાઈટને હેક કરવામાં
આવી છે તેણે તેની વિગતો પણ આ પેજ ઉપર મુકી છે. તુર્કીની રક્ષા માટે આ ટીમ કામ કરતી
હોવાનું પણ તેમાં લખવામાં આવ્યું છે. હાલ તો હેક થયેલી આ વેબસાઈટ હજુ સુધી રીલોડ થઈ
શકી નથી અને કોર્પોરેશન દ્વારા આ મામલે વિધિવત રીતે સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ કરવા
માટે ઓનલાઈન અરજી પણ કરી દેવામાં આવી છે. ગાંધીનગર કોર્પોરેશન હાલ મોટાભાગના વ્યવહારો
ડીઝીટલ થઈ ગયા છે ત્યારે આ પ્રકારની હેકીંગની ઘટના ખુબજ ચિંતાજનક છે કેમકે કોર્પોરેશનના
આર્થિક વ્યવહારો પણ હવે નેટ બેંકીગ મારફતે વધ્યા છે ત્યારે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં
મોટી સમસ્યા ઉભી કરી શકે તેમ છે. જેથી કોર્પોરેશને આઈટી વિભાગને વધુ મજબુત બનાવવું
પડશે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!