[ad_1]
મોડાસા,તા.24
મોડાસા શહેરમાં ડીપ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આરોગ્ય
વિભાગની ટીમ ત્રાટકી હતી. હોસ્પિટલમાં તપાસ કરતાં સોનાગ્રાફી મશીનનું રીન્યુઅલ ન કરવામાં
આવતાં આરોગ્ય વિભાગ દ્વારા મશીન સીલ કરવામાં આવ્યું હતું.આમ શહેરમાં અન્ય ખાનગી હોસ્પિટલોમાં
પણ આરોગ્ય વિભાગના નિતી નિયમોનો સરેઆમ ભંગ થતો હોવાનું પણ ચર્ચાઈ રહયું છે.
મોડાસા શહેરમાં આવેલ સંજીવની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે
કાર્યવાહી હાથ ધરી હતી.આરોગ્ય વિભાગના નિયમોનું પાલન કરવામાં આવતંુ ન હોવાની માહિતી મળતાં તાલુકા આરોગ્ય અધિકારી
ર્ડા.જીજ્ઞાાબેન જયસ્વાલ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી.જેમાં હોસ્પિટલનું સોનોગ્રાફી
મશીન તપાસ દરમ્યાન રીન્યુઅલ થયું ન હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી આરોગ્ય વિભાગે સોનોગ્રાફી
મશીન સીલ કર્યું હતું. આરોગ્ય વિભાગના નિયમોનું
પાલન શહેરમાં કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પણ ન થતું હોવાનું ચર્ચાઈ રહયું છે. સંજીવની
હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન સીલ કરી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આમ હોસ્પિટલમાં અચાનક આરોગ્ય વિભાગની
ટીમ ત્રાટકતાં દોડધામ મચી હતી.
[ad_2]
Source link






