તળાવના કિનારેથી મહિલા અને કિશોરની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી

0
183

[ad_1]

બાયડ,તા. 23

બાયડના હઠીપુર ગામની સીમમાં આવેલા એક તળાવના કિનારેથી એક કિશોર
અને એક મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવતા પંથકમાં હડકંપ મચી ગયો છે. આ ઘટનાની જાણ
થથાં પોલીસે દોડી આવી લાશનો કબજો લઇ વધુ તપાસ શરૂ કરી છે.બંને વ્યકિતએ આત્મહત્યા  છે કે હત્યા થઇ તે પોલીસ તપાસ બાદ બહાર આવશે. ડોગ
સ્કોવડની મદદથી પોલીસે તપાસ આદરી છે.

 તા.૨૩-૧૧-૨૦૨૧ ના બપોરના
સુમારે આવેલા બાયડ તાલુકાના સાઠંબા નજીકના વિસ્તારમાં હઠીપુરા ગામની નજીક આવેલા ખારી
ગામની સીમમાં કિશોર વયના છોકરા તથા મહિલાની લાશ મળી આવી હતી. લાશને જોવા માટે આજુબાજુના
પ્રજાજનો જોવા માટે ઉમટી પડયા હતા બાળક તથા મહિલાની લાશ જોતા આજુબાજુના પ્રજાજનોમાં
અનેક પ્રશ્નો ઉદ્ભવ હતા કે તેઓનું કહેવું હતું કે આ લાશ કોની હશે કોને હત્યા કરી હશે
તેવા અનેક સવાલો ઉભા થયા છે.  

હઠીપુરા ગામની સીમ નજીક આવેલા ખારી ગામ સીમમાં બે મૃતદેહ મળી
આવ્યા હતા બાળકને માથાના ભાગે ઈજાઓ જોવા મળી હતી. તેમજ ગળાના ભાગે નિશાનો જોવા મળ્યા
હતા. જયારે મહિલાના શરીરના ભાગે આંખમાં લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી જયારે તેના
ગળાના ભાગમાં કાળા કલરનું નિશાન જોવા મળ્યું હતું. મહિલા તથા બાળકની હત્યા કરવામાં
આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ આવ્યુ છે. 
જેથી પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ કરી રહી છે. આ મહિલા તથા બાળકની હજુ ઓળખ
નથી. હાલના તબક્કે પોલીસ બન્નેની ઓળખ કરવાના કામે લાગી છે. ઓળખ થયા પછી ખ્યાલ આવશે
કે આ બન્ને માતા-પુત્ર છે કે કેમ અજાણ્યા છે.

ઘટના સ્થળેથી બે બેગ મળી આવી

તળાવના કિનારે કિશોર અને મહિલાની લાશની સાથે બે બેગ પણ મળી આવી
હતી. જોકે ઘટનાની ગંભીરતાને લઇ નાયબ પોલીસ અધિક્ષક
, એલસીબી,
ડોગ સ્કોવર્ડની ટીમોને ઘટના સ્થળે તૈનાત કરી દેવાઇ છે. પોલીસ ટીમોએ સઘન તપાસ શરૃ
કરીને ગુનાનો ભેદ ઉકેલવા કવાયત હાથ ધરી છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here