સુરત કડોદરા રોડ પર ઓડિશાથી ટેમ્પોમાં આવેલો રૂ.1 કરોડનો ગાંજો ઝડપાયો

On: November 22, 2021 10:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– વેડછા પાટીયા પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન

– ટેમ્પોમાં ચોરખાનું બનાવી ગાંજો લાવવાની વ્યવસ્થા કરનાર ડિંડોલીના ટ્રાન્સપોર્ટરની ધરપકડ

સુરત, : ટેમ્પોમાં ચોરખાનું બનાવી છેક ઓડિશાથી મોકલેલો રૂ.1 કરોડથી વધુની કિંમતના 1009 કિલો ગાંજા લઈ સુરતમાં પ્રવેશતા બે ડ્રાઈવરને સુરત ક્રાઈમ બ્રાન્ચે રવિવારે વહેલી સવારે સુરત કડોદરા રોડ વેડછા પાટીયા પાસેથી ઝડપી પાડી તેમની પુછપરછના આધારે ટ્રાન્સપોર્ટમાં ગાંજો લાવવાની વ્યવસ્થા કરનાર ડિંડોલીના ટ્રાન્સપોર્ટરની પણ ધરપકડ કરી ત્રણેયના 13 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે રવિવારે રવિવારે વહેલી સવારે સુરત કડોદરા રોડ વેડછા પાટીયા વિનાયક પેટ્રોલપંપની નજીક માધવપાર્ક ટ્રાન્સપોર્ટ ગોડાઉનની બાજુમાં નવા બનતા રોડ ઉપરથી પસાર થતા ટેમ્પો ( નં.એમએચ-18-બીજી-2891 ) ને અટકાવી જડતી લેતા તે ખાલી હતો. ક્રાઈમ બ્રાન્ચે તેની ઝીણવટભરી તપાસ કરતા તેની બોડીના ભાગે ચોરખાનું હતું અને તેમાં ગાંજાનો જથ્થો છુપાવેલો હતો. ક્રાઈમ બ્રાન્ચે રૂ.1,00,92,900 ની કિંમતના 1009.290 કિલોગ્રામ ગાંજા સાથે ટેમ્પોના બે ડ્રાઈવર મોહમદ ફઇમ મોહમદ રફીક શેખ ( ઉ.વ.24,રહે. ઘર નં.1/1546/9, ખલીફા સ્ટ્રીટ, અગારીની ચાલ, નાનપુરા, સુરત. મૂળ રહે.ચાલશેરી, જી.મલપુરમ, કેરાલા ) અને મોહમદ યુસુફ ગોસમોહમદ શેખ ( ઉ.વ.45, રહે. ઘર નં.1/3172, ખ્વાજાદાના દરગાહ, બડેખા ચકલા, સુરત ) ને ઝડપી તેમની પાસેથી ચાર મોબાઈલ ફોન, રોકડ, ટેમ્પો વિગેરે મળી કુલ રૂ.1,12,14,670 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે બંને ડ્રાઈવરની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને ડિંડોલીના ટ્રાન્સપોર્ટર અરુણ મહાડીકે ટેમ્પો આપી ગાંજો લેવા ઓડિશા મોકલ્યા હતા અને તેઓ ઓડિશાના ગંજામના બરમપુર ગામ નજીક દિલીપ ગૌડા પાસેથી ગાંજો ભરી ચોરખાનામાં છુપાવી ખાલી ટેમ્પો લઈ સુરતમાં પ્રવેશતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંનેની કબૂલાતના આધારે ટ્રાન્સપોર્ટર અરુણ સાહેબરાવ મહાડીક ( ઉ.વ.37, રહે.206, તિરુપતિ રો હાઉસ, ડિંડોલી ફાયર સ્ટેશન, ખરવાસા રોડ, સુરત. મૂળ રહે.તરવાડે ગામ, તા.ચાલીસ ગાંવ, જી.જલગાંવ, મહારાષ્ટ્ર ) ની પણ ધરપકડ કરી ગાંજો મોકલનાર ઓડિશાના દિલીપ ગૌડને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ક્રાઈમ બ્રાન્ચે આજરોજ ત્રણેયને કોર્ટમાં રજૂ કરી 13 દિવસના રિમાન્ડ મેળવી અરુણ પાસે ગાંજો મંગાવનાર કોણ છે? આ નેટવર્કમાં પડદા પાછળ કોનો દોરીસંચાર છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. વધુ તપાસ પીએસઆઈ ટી.એ.ગઢવી કરી રહ્યા છે.

કોરોના કાળમાં આર્થિક રીતે પાયમાલ થતા ટ્રાન્સપોર્ટર અરુણ ગાંજાના સોદાગરો માટે કામ કરવા તૈયાર થયો

ટેમ્પોમાં ચોરખાનું બનાવી છેક ઓડિશાથી ટ્રાન્સપોર્ટમાં ગાંજો લાવવાની વ્યવસ્થા કરનાર ડિંડોલીનો ટ્રાન્સપોર્ટર અરુણ મહાડીક પોતાના ટેમ્પો અને ટ્રક ધરાવે છે. પરંતુ કોરોનામાં ધંધો નહીં મળતા આર્થિક રીતે પાયમાલ થઈ જતા તે ગાંજાના સોદાગરો માટે કામ કરવા તૈયાર થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સુરત પોલીસની ઝુંબેશને પગલે ગાંજો શહેરમાં ઘુસાડવા નવો કીમિયો : નાર્કોટીક્સનાં વિવિધ ગુનામાં 119 પકડાયા છે

નો ડ્રગ્સ ઈન સુરત સીટી ઝુંબેશ હેઠળ સુરત પોલીસે અત્યાર સુધીમાં નાર્કોટીક્સનાં વિવિધ ગુનામાં 119 આરોપીઓ પકડયા છે. આથી ડ્રગ્સના સોદાગરો શહેરમાં ગાંજો, એમ.ડી.ડ્રગ્સ , ચરસ વિગેરે ઘુસાડવા માટે નવા રસ્તા અપનાવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે ગત સવારે ગાંજો પકડયો તે ટેમ્પોના ચોરખાનામાં છુપાવ્યો હતો અને છેક ઓડિશાથી ટેમ્પો ખાલી સુરત લાવ્યા હતા. ઉપર તાડપત્રી પણ બાંધી હતી જેથી પોલીસ ચેક કરે તો શંકા નહીં જાય.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!