[ad_1]
– વ્યવસાયે સ્ટેશનરી અને મની ટ્રાન્સફરના ધંધાર્થીને ભેજાબાજે રૂ. 1 હજારની લાલચ આપી બેંક ખાતામાં રોકડ ટ્રાન્સફર કરાવી હતીઃ જો કે માસ્ટર માઇન્ડ અંગે રહસ્ય
સુરત
અડાજણ પ્રાઇમ આર્કેડના ટ્રાવેર્લ્સ એજન્ટને વ્હોટ્સઅપ મેસેજ અને કોલ કરી ભેજાબાજે દિલ્હી-અમદાવાદ તથા સુરત-બેંગ્લોરની ફ્લાઇટ, હોટલ બુકીંગ અને દિલ્હીની હોટલનું ભાડું ચુકવવાના બેંકમાં રૂ. 62 હજાર રોકડ ભરાવ્યા બાદ આંગડીયા પેઢીમાં પેમેન્ટ મોકલાવવાના બહાને ઠગાઇ કરનાર વધુ બે ને પોલીસે ઝડપી પાડયા છે.
અડાજણના પ્રાઇમ આર્કેડમાં ટુર એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસ ધરાવતા સુલભ લક્ષ્મીચંદ ઠક્કરને વ્હોટ્સઅપ પર હાય સર, મજામાં, મારી ફ્લાઇટ ટિકીટ અને પેકેજ કરવાનું છું અને બીજા નંબર પરથી ઓળખાણ પડી કે નહીં સર એવો મેસેજ કરી ફ્લાઇટની ટિકીટ બુકીંગની વાત કરી હતી. ત્યાર બાદ સુરત-બેંગ્લોર અને દિલ્હી-અમદાવાદ ફ્લાઇટની બુકીંગ તથા બેંગ્લોરમાં હોટલ બુકીંગ તથા દિલ્હીની હોટલમાં 32 હજાર મની ટ્રાન્સફર થકી અને ગુગલ પે નો ક્યુઆર કોડ મોકલી 30 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રકમ કે. કાંતીલાલ આંગડીયામાં મોકલાવવાનું કહી ઠગાઇ કરનાર વિરૂધ્ધ ચાર મહિના અગાઉ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે તપાસ અંતર્ગત જેના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી હતી તે અમીત સુરેન્દ્ર ઠાકુર અને કાપડ વેપારી ચિંતન જગદીશચંદ્ર શાહની બે મહિના અગાઉ ધરપકડ કરી હતી. જયારે ગત રાત્રે મની ટ્રાન્સફરના ધંધાર્થી રાજેશ ઉર્ફે રાજા લક્ષ્મણ બર્મા (ઉ.વ. 29 રહે. એક્તા નગર, ગોરેગાંવ, મુંબઇ) અને સ્ટેશનરીના દુકાનદાર હેમંત ઉર્ફે મુન્નો નવીનચંદ્ર કામાની (ઉ.વ. 41 રહે. શાંતિનગર, મીરા રોડ, મુંબઇ) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ભેજાબાજે મારે અર્જન્ટ છે એમ કહી ઉપરોકત બંનેને 1 હજાર રૂપિયાની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટમાં સુલભ પાસે રોકડ ટ્રાન્સફર કરાવ્યા બાદ ઉપાડીને લઇ લીધા હતા.
[ad_2]
Source link