[ad_1]
બાયડ. તા.19
બાયડ તાલુકાના પૂંજાપુરમાં ગત રાત્રે લાપત્તા બનેલા
ધો.૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીંનો પરોઢે ગામ નજીકથી ઘાતકી હત્યા કરાયેલો મૃતદેહ
મળી આવતાં સનસનાટી મચી ગઈ છે.
બાયડ તાલુકાના વસાદરા ગામ નજીક આવેલા પુજાપુર ગામના ૧૫
વર્ષીય બાળકને રાત્રીના સમય ગાળા દરમ્યાન કોઈ ઈસમે રાત્રીના સમય લાભ લઈ સચીન ને
શરીરના ભાગે તેમજ માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સચીનનું ઘટના સ્થળે
મોત નિપજ્યું હતુ. સચિનના મોતના સમાચાર વાયુવેગ થતા આજુબાજુના રહીશો જોવા માટે
ઉમટી પડયા હતા. બાયડ પોલીસ ટીમ સહિતનો કાફલો સ્થળ ઉપર તેનાત જોવા મળ્યો હતો આ
મોતનું કારણ શું છે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. પોલીસે મૃતકના પિતા પ્રવિણ જેમાભાઈ
પગી(સોલંકી)ની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
છે. મૃતકના માથા તથા ગાલના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાનું
જણાતાં પોલીસ દ્વારા ઈન્કવેસ્ટ ભરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો
છે.
મારા પુત્રની હત્યા થઈ છે
: પિતાનો વલોપાત
સાડા પંદર વર્ષના અને ગાબટની સૂરજબા હાઈસ્કુલમાં અભ્યાસ કરતા
સચિન પગીની ઘાતકી હત્યાથી પંથકમાં શોક છવાયો છે. મૃતકના પિતા પ્રવિણભાઈ પગીએ જણાવ્યું
કે મારા દિકરાની કોઈએ હત્યા કરી નાખી છે.
[ad_2]
Source link