પાકિસ્તાનથી મોકલાયેલો 600 કરોડનો ડ્રગ્સનો જથ્થો મોરબી પંથકમાંથી પકડાયો

0
388

[ad_1]


– મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી ૧૨૦ કિલોગ્રામ હેરોઈન સાથે ત્રણ શખ્સો સકંજામાં

– દ્વારકામાં દરિયાકાંઠે છૂપાવી રાખેલો ડ્રગનો જથ્થો ઝીંઝુડા ગામે નવા બની રહેલા મકાન સુધી પહોંચ્યા બાદ પોલીસ ત્રાટકી : પાકિસ્તાનના ડ્રગ માફિયા ગેંગ સાથે આરોપીઓના સંપર્ક હોવાની આશંકા

– ડ્રગની સપ્લાય કરનાર પાકિસ્તાનનો ઝાહીદ બ્લોચ વર્ષ 2018માં 227 કિલો હેરોઈનના ગુનામાં વોન્ટેડ

– જૂગારના શોખીન અને નિર્વાહ માટે દોરા-ધાગાનું નાટક કરતા ઝીંઝુડાના શખ્સ ઉપરાંત જોડિયા અને સલાયાના આરોપીની સઘન પૂછતાછ

– દરિયામાં 15 દિવસ પહેલાં ડીલીવરી લીધા પછી ડ્રગનો જથ્થો મોરબીના ઝીંઝુડા ગામે પહોંચાડયાની કબૂલાત

મોરબી : સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો દુરૂપયોગ કરીને પાકિસ્તાનથી નશીલા દ્રવ્યો ઘુસાડવાની જે પેરવીઓ થઈ છે તેમાં કચ્છ અને દ્વારકા જિલ્લામાંથી કરોડો રૂા.નું ડ્રગ્સ પકડાયા બાદ હવે મોરબી જિલ્લામાં આવેલા નાના એવા ઝીંઝુડા ગામેથી એટીએસની ટીમે દરોડા પાડીને રૂા ૬૦૦ કરોડની કિંમતનું મનાતુ ૧૨૦ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ કેફી દ્રવ્યોનો જથ્થો દરિયાકાંઠા મારફતે અહી સુધી આવી પહોંચ્યો હોવાનું તેમજ પાકિસ્તાનથી દ્વારકામાં ડ્રગની ડીલીવરી લીધા પછી આ જથ્થો દ્વારકાના દરિયાકિનારે સંતાડી રાખીને મોરબીના ઝીંઝુડા ગામે પહોંચાડવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ઘટનામાં જેના ઘરમાંથી ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો તે શખ્સ ઉપરાંત જોડિયા અને સલાયાના અન્ય બે શખ્સ મળી કુલ ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના દરિયાકાંઠેથી હેરોઈનની દાણચોરીના બનાવો વધતા ચાલ્યા છે, જેમાં અગાઉ પાકિસ્તાન અને ઈરાનથી મોકલેલ હેરોઈનનો મોટો જથ્થો ઝડપી લેવાયો હતો, તે ઉપરાંત તાજેતરમાં દ્વારકા જીલ્લામાંથી પણ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો જેને પગલે એટીએસ ટીમે સતર્કતા દાખવી હતી અને સઘન તપાસ ચલાવતા મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં ડ્રગ્સના જથ્થા વિષે બાતમી મળી હતી. જેથી ગુજરાત એટીએસ ટીમના નાયબ પોલીસ અધિક્ષક કે કે પટેલની ટીમ દ્વારા જામનગર અને ખંભાળિયાના જબ્બાર જોડિયા તથા ગુલામ ભગાડ દ્વારા માદક પદાર્થનો જથ્થો પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે લાવી મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠાવાળા પીર દરગાહ પાસે આવેલ સમસુદિન હુશેનમિયા સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવા  બની રહેલ મકાનમાં જથ્થો રાખ્યો હોવાની બાતમીને પગલે એટીએસ ટીમ ત્રાટકી હતી. આરોપીના નવા બની રહેલ મકાનમાંથી ૧૨૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા જપ્ત કરાયો છે.  તેેની બજાર કીમત અંદાજીત ૬૦૦ કરોડ હોવાનું જાહેર થયું છે. રેડ દરમિયાન આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ (રહે જોડિયા જી જામનગર), સમસુદિન હુશેનમિયા સૈયદ (રહે ઝીંઝુડા તા. મોરબી) અને ગુલામ હુશેન ઉમર ભગાડ (રહે સલાયા દેવભૂમિ દ્વારકા) એમ ત્રણ ઇસમોને ઝડપી લેવાયા છે.

પાકિસ્તાનથી વાયા દ્વારકા જથ્થો મોરબીના ઝીંઝુડા પહોંચાડયાની કબુલાત 

ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં જપ્ત કરેલ હેરોઈન જથ્થો ગુલામ જબ્બાર અને ઈસા રાવ (રહે જોડિયા)એ પાકિસ્તાનના ઝાહીદ બશીર બ્લોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મંગાવ્યો હતો. જેની ડીલીવરી ઓક્ટોબર ૨૦૨૧ના છેલ્લા અઠવાડિયામાં દરિયામાં લીધી હતી, અને દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે સંતાડયો હતો અને બાદમાં મોરબીના ઝીંઝુડા ગામ પહોંચાડયો હતો.

ડ્રગ માફિયા ગેંગ સાથે આરોપીઓનો સંપર્ક હોવાની આશંકા 

ઝડપાયેલ આરોપી ગુલામ અને જબ્બાર અવારનવાર દુબઈ જતા હોવાથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં હોવાની આશંકા ગુજરાત એટીએસ ટીમે વ્યક્ત કરી છે. પાકિસ્તાની ઝાહીદ બ્લોચ ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા વર્ષ ૨૦૧૮ માં ૨૨૭ કિલો હેરોઈન ગુન્હામાં વોન્ટેડ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

ડ્રગ માફિયા ગેંગ સાથે આરોપીઓનો સંપર્ક હોવાની આશંકા 

ઝડપાયેલ આરોપી ગુલામ અને જબ્બાર અવારનવાર દુબઈ જતા હોવાથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં હોવાની આશંકા ગુજરાત એટીએસ ટીમે વ્યક્ત કરી છે. પાકિસ્તાની ઝાહીદ બ્લોચ ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા વર્ષ ૨૦૧૮ માં ૨૨૭ કિલો હેરોઈન ગુન્હામાં વોન્ટેડ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

દોઢ-બે વર્ષથી ગામમાં રહેતો, દોરા-ધાગા કરી લોકોને ગેરમાર્ગે દોરતો 

ગામના આગેવાન સમસુદિન એમ પીરજાદા જણાવે છે કે આરોપી સમસુદિન હુશેનમિયા સૈયદ ગામનો ભાણેજ છે અને દોઢ-બે વર્ષથી અહી રહેતો હતો. તે મૂળ બાબરા તાલુકાના મિયા ખીજડીયા ગામનો રહીશ છે, અને છેલ્લા સમયથી અહી દોરા ધાગા કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આરોપીના લગ્ન થઇ ગયા હોવાનું પણ જણાવ્યું હતું. જોકે આરોપી કોઈ ગુનાહિત કૃત્ય કરતો હોય તેવું ક્યારેય લાગ્યું ના હતું અને તે સીધો સાધો માણસ હોય તેવી ગામમાં છાપ હોવાનું જણાવ્યું હતું. જોકે આરોપી જુગારની ટેવ વાળો હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here