અરવલ્લીમાં 193 શાળામાં એચિવમેન્ટ સર્વેમાં 9106 વિદ્યાર્થીઓ જોડાયા

0
342

[ad_1]

મોડાસા,તા. 12

અરવલ્લી જિલ્લામાં ૪ વર્ષ બાદ નેશનલ એચીવમેન્ટ સર્વે અંતર્ગત
૧૯૩ શાળાઓમાં ધોરણ ૩
,,૮ અને ૧૦ના બાળકોનો
સર્વે હાથ ધરાયો હતો. શુક્રવારના રોજ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરીની રાહબરી હેઠળ
યોજાયેલ આ સર્વેમાં ૯૧૦૬ બાળકો જોડાયા હતા.

રાજયના શિક્ષણ વિભાગના આયોજન મુજબ અરવલ્લી જિલ્લાની ૧૯૩ શાળાઓના
ધોરણ ૩
,,૮ અને ૧૧ ધોરણના બાળકોની
સિધ્ધિ ચકાસણી અંતર્ગત સર્વે કામગીરી હાથ ધરાઈ હતી. આ સર્વે કામગીરીને લઈ યોજાયેલ મૂલ્યાંકન
કસોટીમાં જિલ્લાની ૧૯૩ શાળાઓના ધોરણ-૩ ના ૮૫૨
,ધોરણ-૫ ના ૧૦૭૫,ધોરણ ૮ ના
૨૫૫૦ અને ધોરણ ૧૦ ના ૫૬૨૯ મળી કુલ ૯૧૦૬ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.અને સર્વેમાં ભાગ
લીધો હતો.

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલના માર્ગદર્શન
હેઠળ યોજાયેલ આ સર્વે અંતર્ગત ૧૯૩ શાળાઓમાં ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર અને ઈવેલ્યુટર્સ હાજર
રહયા હોવાનું અને જિલ્લામાં વર્ષ ૨૦૧૭માં યોજાયેલ સર્વે બાદ ૪ વર્ષ પછી સફળતા પૂર્વક
આ સર્વે યોજાયું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી
સમીર પટેલે જણાવ્યું હતું.

જોકે દિવાળી વેકેશન દરમ્યાન હાથ ધરાયેલ આ સર્વે કામગીરીને લઈ
કેટલાક શિક્ષકોમાં કચવાટ ની લાગણી પણ પ્રસરી હતી.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here