ગીત સંગીતના સૂર રેલાવનાર કલાકારોને તાનારીરી એવોર્ડથી સન્માન કરાશે

0
111

[ad_1]

મહેસાણા તા.10

સંગીત સામગ્રી તાનારીરીની યાદમાં દર વર્ષે સરકાર દ્વારા કારતક
સુદ નોમના દિવસે દ્રિ- દિવસીય તાનારીરી મહોત્સવ યોજાય છે. આ વર્ષે ૧૨ અને ૧૩ નવેમ્બરે
વડનગર તાનારીરી ઉધાન ખાતે યોજાશે. જેમાં બે ખ્યાતનામ કલાકારોને ૨૦૨૧નો તાનારીરી એવોર્ડ
અપાનાર છે.જેની ઉજવણી મિમિત્તે વડનગર શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવેલ છે.

મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ૧૨ અને ૧૩ નવેમ્બરના રોજ
સાંજના ૭.૦૦ કલાકે તાનારીરી ઉધાન વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાનાર છે. જેમાં
૧૨મી તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
,
યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી,
સાંસદ શારદાબેન પટેલ,
ઊંઝા, ખેરાલુના
ધારાસભ્યો ઉપસ્થિત રહેનાર છે. ૧૩મી શનિવારે સાંજે ૭.૦૦ કલાકે યુવા સાંસ્કૃતિક
પ્રવૃતિઓના વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમાપન સમારોહ યોજાશે.
મુખ્યમંત્રી હસ્તે પધમશ્રી  કવિતા
કિષ્ણમૂર્તિ અને ડો.વિરાજ અમરભટ્ટ અમદાવાદને તાનારીરી એવોર્ડ અર્પણ કરાશે. સાથે
૨.૫૦ લાખનો ચેક
, શાલ અને
તામ્રપત્ર પણ એનાયત કરવામાં આવશે.

૨૦૧૦થી ૨૦૨૦ સુધી સન્માન કરેલ કલાકારો

તાનારીરી
મહોત્સવનો ૨૦૦૩માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો હતો.

કારતક
સુદ-નોમના દિવસે દ્રિ- દિવસીય કાર્યક્રમ ઉજવાયો

૨૦૧૦માં
તાનારીરી સંગીત સન્માન એવોર્ડની શરૃઆત કરી હતી. જેમાં પ્રથમ વર્ષે સંગીત બેલડી લતા
અને ઉષા મંગેશ્વરને એનાયત કરાયા હતા.

૨૦૧૧માં
ગિરમદેવી
, ૨૦૧૨-
કિશોરી અમોન કર
, ૨૦૧૩-
પરવિન બેગમ સુલતાન
, ૨૦૧૪-
ડો.પ્રભા અત્રેને

૨૦૧૬માં
વિદુષી મંજુ મહેતા અમદાવાદ
,
ડો.લલીત જે.રાવન બંગ્લોર,
૨૦૧૭ ડો.શ્રીમતિ એન રાજમ અને વિદુષી રૃપાંદેશાહ

૨૦૧૮માં
પદ્મશ્રી આશા ભોસલે

૨૦૧૯માં
સુશ્રી અશ્વિની ભીંડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને તથા ૨૦૨૦માં
અનુરાધાપોંડવાળ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદીને એવોર્ડથી સન્માન કરાયા છે.

તાનારીરી બેલડીએ મલ્હાર રાગ આલાપી તાનસેનનો દાહ શાંત કર્યો
હતો

તાનારીરીની સંગીત બેલડીએ રાજા અકબરના દરબારમાં રત્ન સમાન
અકબરને દિપક રાગ આલાપવા જણાવતાં દિપક રાગ ગવાયો હતો. જેના લીધે તાનસેનના શરીરમાં
દાહ ઉત્પન્ન થયેલ જેને ઠારવા માટે મલ્હાર રાગ આલાપવો જરૃરી હતો. દિલ્હીથી તાનસેન
ફરતો ફરતો વડનગર આવી નગર બેલડી બહેનોને મલ્હાર રાગ ગાવામાં પારંગત હતી. જેમને
વિનંતી કરતાં બંને બહેનોએ મલ્હાર રાગ ગાયેલ અને તાનસેનના શરીરનો દાહ શાંત કરેલ
મલ્હાર રાગ ગાવાની સાથેજ વરસાદનું આગમાન પણ થાય છે. તાનસેન પરત દિલ્હી ગયા બાદ શની
અકબરે બંને બહેનોને તેના દરબારમાં તેડાવી હતી. પરંતુ ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે
અમરબંધી બંને બહેનો બાદસાહ અકબરને તાળે થવાના બદલે શરીરનો ત્યાગ કરી બલિદાન આપ્યું
હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here