સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં હાઈવે ઉપરથી સાઈન બોર્ડની ચોરી

0
452

[ad_1]

હિંમતનગર તા. 10

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી
પસાર થતા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તથા અંતરીયાળ માર્ગો ઉપર લગાવામાં આવેલા અનેક
સાઈન બોર્ડોની ચોરી થઇ છે. વહીવટી તંક્ષ દ્વારા હજુ સુી પગલાં ભરવામાં ન આવતા તર્કવિતર્ક
થઇ રહ્યા છે.

સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી
પસાર થતા નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તથા અંતરીયાળ માર્ગો ઉપર તેમજ એક માર્ગીય રસ્તાઓ
ઉપર સરકારી તંત્ર દ્વારા લાખ્ખો રૂપીયાના ખર્ચે બનાવેલા સાઈન બોર્ડોની કેટલાકેેેે શખ્સો
દ્વારા ચોરીઓ કરવામાં આવી રહી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. એટલુ જ નહી આ પ્રર્વૃત્તિ
અટકાવવા માટે માર્ગ અને મકાન વિભાગના જવાબદારો પગલા નહી ભરી ઉદાસીનતા દાખવી રહ્યા છે.હજુ
સુધી આવા સાઈન બોર્ડની થયેલ ચોરીઓ અંગેની સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના કોઈ પોલીસ મથકે
પોલીસ ફરીયાદ પણ કરવામાં આવી નથી
. જેને લઈને દિન પ્રતિદિન આ પ્રવૃત્તિઓ માજા મુકી
રહી છે. ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી પસાર થતા
માર્ગો ઉપર વાહન ચાલકો અસમંજસમાં મુકાવાનો વારો આવે છે. સાથે સાથે વાહન ચાલકોને સાઈન
બોર્ડોની કથરેલી હાલતના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજય
સરકારના સબંધીત વિભાગ દ્વારા આળસ ખંખેરી કાયદેસરના પગલા લેવા પ્રજાજનો માગણી કરી રહ્યા
છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here