[ad_1]
ભરૂચ: દીપાવલીની ઉજવણી બાદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની બીજી કારોબારી બેઠક કારોબારી અધ્યક્ષની અધ્યક્ષતામાં જિલ્લા માહિતી કચેરી ખાતે મળી હતી.
આજરોજ તારીખ 10 ને બુધવારના રોજ કારોબારી અધ્યક્ષ નવીન પટેલની અધ્યક્ષતામાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ની બીજી કારોબારી બેઠક જિલ્લા માહિતી કચેરી ખાતે મળી હતી.જેમાં એજન્ડામાં મુકાયેલ પાંચ મુદ્દાઓ પર તેમજ આગામી યોજાનાર ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સ્નેહ મિલનના સમારોહને લઇ ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.
જિલ્લા માહિતી કચેરી ખાતે યોજાયેલ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની બીજી કારોબારી બેઠકમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઈદ્રિશ કાઉજી, કારોબારી અધ્યક્ષ નવીન પટેલ, ખજાનચી સીરાજ ભીમ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
[ad_2]
Source link