[ad_1]
વડોદરા, તા. 06 નવેમ્બર 2021 શનિવાર
દિવાળીની રાત્રે વડોદરા શહેરમાં બર્થ ડે પાર્ટીમાં અમદાવાદ શહેર ભાજપના મંત્રી દારૂની મહેફિલ માણતા પોલીસે ધરપકડ કરી હતી.
વડોદરાના આજવા રોડ ખાતે આવેલા ડવડેક એપાર્ટમેન્ટના કે-2 ટાવરના છઠ્ઠા માળે દિવાળીની રાત્રે પાયલ રાજપૂતની બર્થ-ડે હોવાથી દારૂની પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં અમદાવાદ ભાજપના મંત્રી તથા અન્ય મિત્રો પણ જોડાયા હતા. દારૂની ચાલતી મહેફિલની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી જઈ દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડ્યો હતો.
દારૂની મહેફિલ માણતા નરેન્દ્ર ગજેન્દ્રભાઇ ગોસાઇ (રહે. વિશ્રામનગર, મેમનગર અમદાવાદ), નિરવ રાજેન્દ્રકુમાર શર્મા (રહે. બોડકદેવ, અમદાવાદ) મિતેષ અમૃતભાઇ રબારી (ભાજપ મંત્રી ,રહે. હર્શીદ પાર્ક, વસ્ત્રાલ અમદાવાદ) અને પાયલ રાજપૂતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
[ad_2]
Source link