[ad_1]
– ઇન્સ્ટાગ્રામ પર યુવાનના સંપર્ક બાદ પુણાની તરુણી ભેરવાઈ : પ્રેમજાળમાં ફસાવી ભગાડી કરજણના ફાર્મ હાઉસમાં લઈ ગયો : મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી નમાજ પઢાવી
– તરુણીને ફસાવવા હિન્દૂ છે તેવું ટેટુ પણ હાથ પર બનાવ્યું હતું : બેકાર યુવાન મહંમદ ઉર્ફે રાહુલ પટેલ અલીભાઈ મલીકની ધરપકડ
સુરત, : સુરતના પુણા વિસ્તારમાં લવ જેહાદના મામલે ગુનો નોંધાયો છે. પુણા વિસ્તારમાં રહેતી 17 વર્ષની તરુણી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ મુસ્લિમ યુવાને રાહુલ નામ ધારણ કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને ચાર દિવસ અગાઉ ભગાડી કરજણના ફાર્મ હાઉસમાં લઈ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાં યુવાનની સાચી ઓળખ છતી થયા બાદ તેણે તરુણીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી નમાજ પણ પઢાવી હતી. પોલીસે તરુણીના પરિજનની ફરિયાદના આધારે બંનેને શોધી કાઢી બાદમાં મુસ્લિમ યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને વર્ષોથી સુરતના પુણા વિસ્તારમાં સ્થાયી થયેલા પરિવારની 17 વર્ષની તરુણી ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવાનના સંપર્કમાં આવી હતી. તે યુવાને પોતાની ઓળખ રાહુલ પટેલ તરીકે આપી હતી. તરુણી અને રાહુલની મિત્રતા ગાઢ બન્યા બાદ બંને એકબીજાના પ્રેમમાં પડયા હતા. દરમિયાન, તરુણીને રાહુલે હાથમાં બનાવેલું રાહુલ નામનું ટેટુ પણ બતાવ્યું હતું. ગત રવિવારે મળસ્કે રાહુલ તરુણીને લગ્નની લાલચ આપી ભગાડીને કરજણના ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે અવારનવાર શરીર સંબંધ પણ બાંધ્યો હતો. જોકે, તરુણીને તે સમયે આંચકો લાગ્યો હતો જયારે રાહુલે પોતાની સાચી ઓળખ મહમદ અલીભાઈ મલીક તરીકે આપી તરુણીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા કહી નમાજ પણ પઢાવી હતી.
આ તરફ તરુણી ઘરેથી ભાગી જતા તેના પરિજનોએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેને કરજણના ફાર્મ હાઉસમાંથી શોધી કાઢ્યા હતા અને સુરત લાવી તેમની પુછપરછ કરતા તરુણીએ સમગ્ર હકીકત જણાવી હતી. તરૂણીની કેફિયત બાદ પુણા પોલીસે તરુણીના પરિજનની ફરિયાદના આધારે અગાઉ કાપડના કારખાનામાં નોકરી કરતા પણ હાલ બેકાર મહમદ ઉર્ફે રાહુલ પટેલ અલીભાઈ મલીક ( ઉ.વ.21, રહે.203, શ્રીમહાલક્ષ્મી એપાર્ટમેન્ટ, નારાયણનગર, પુણાગામ, સુરત ) વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને લવ જેહાદ અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. મહમદ ઉર્ફે રાહુલ પટેલની માતા હિન્દૂ છે અને લગ્ન બાદ તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે. વધુ તપાસ એસીપી ( સી ડિવિઝન ) બી.એમ.વસાવા કરી રહ્યા છે.
[ad_2]
Source link