[ad_1]
જામનગર,તા.3 નવેમ્બર 2021,બુધવાર
જામનગરમાં દરેડ વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા છ શખસોની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ગઈ રાત્રે જાહેરમાં જુગાર રમી રહેલા અખિલેશ કેસરી લાલ જાટવ, રાજુ કરંજુભાઈ પ્રજાપતિ, બ્રિજેશ રતીરામ જાટવ, પ્રશાંત દશરથભાઈ જાટવ, હરનામ બાબુજી જાટવ, અને રામસ્વરૂપ રામલાલ જાટવ વગેરેની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂ.17,210 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
[ad_2]
Source link