[ad_1]
– જવાબદારો સામે પગલાં લેવા ઉગ્ર માંગણી
– જનતાને દિપાવલીની શુભકામના પાઠવતા બેનરો ફાડી નખાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો
નડિયાદ : નડિયાદ શહેરમાં એક રાજકીય પક્ષ દ્વારા દિપાલવી પર્વની શુભેચ્છા પાઠવતા બેનર લગાડવામાં આવ્યા હતા. શહેરના અસમાજીક તત્વોના અ કૃત્યથી નારાજ થઇ કોગ્રેસના કાર્યકરે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર જિલ્લાના વડા મથક નડિયાદના જવાહર નગર રેલ્વે ફાટક પાસે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ નડિયાદ શહેરના હોદેદારો દ્વારા જનતાને દિપાવલીની શુભકામના પાઠવતા બેનર લગાવવામાં આવ્યા હતા. આ બેનરને ગત તા.૩૦-૧૦-૨૦૨૧ ના રોજ કોઇ વ્યક્તિઓએ ફાડી નાખ્યા હતા. આ બનાવની જાણ કોગ્રેસ પક્ષને થતા તેઓ તપાસ કરી હતી.
જેમાં કોઇ અજાણ્યા વ્યક્તિઓએ બેનર ફાડી નાખ્યુ હોવાનુ બહાર આવ્યુ હતુ. આ બનાવ અંગે ખેડા જિલ્લા કોગ્રેસ સમિતિ નડિયાદ શહેરના મહામંત્રીએ નડિયાદ ટાઉન પોલીસ મથકે અરજી આપી કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
[ad_2]
Source link