સ્માર્ટ સિટી વહીવટીતંત્રની બલિહારીથી ખાડિયા વોર્ડના રહીશો ઉંદર-છછૂંદરના ત્રાસથી ત્રાહીમામ બન્યાં

0
265

[ad_1]


અમદાવાદ,રવિવાર,31
ઓકટોબર,2021

સ્માર્ટ સિટીનું બિરુદ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના
વહીવટી તંત્રની બલિહારીથી ખાડિયા વોર્ડના રહીશો પોળોમાં ફરતા ઉંદર અને છછૂંદરના ત્રાસથી
ત્રાહીમામ બની ગયા છે.પથ્થરો કોચી કાઢીને ઉંદર કે છછૂંદર લોકોના ઘર સુધી પહોંચી જઈ
ત્રાસદી ગુજારી રહ્યા છે.આ પરિસ્થિતિમાં પણ ખાડિયા વોર્ડમાં નવા ચૂંટાઈને આવેલા કોર્પોરેટરો
લોકોની ફરિયાદનો તાકીદે નિકાલ કરાવવાના બદલે વાહીયાત અને ગળે પણ ના ઉતરે એવા જવાબ આપે
છે.બીજી તરફ તંત્ર કામગીરી કરતુ નથી.આ કારણથી પોળના રહીશોને વિવિધ બીમારીનો ભય સતાવી
રહ્યો છે.

ખાડિયા વોર્ડમાં આવેલા રતનપોળ,ગોલવાડ ઉપરાંત
બાલાહનુમાન વિસ્તારમાં આવેલી હીંગળોક જોષીની પોળ સહીતની અનેક પોળમાં છેલ્લા ઘણાં
સમયથી ઉંદર અને છછૂંદરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.આ બાબતમાં લાઉડ સ્પીકર લઈ ફરતા
એવા એક કોર્પોરેટરનું ધ્યાન જાગૃત નાગરીક તરફથી દોરવામાં આવ્યું એ સમયે આ
કોર્પોરેટરે એવો વાહીયાત જવાબ આપ્યો હતો કે
,પોળના
લોકો ગટરમાં એંઠવાડ નાંખતા હોય પછી શું થાય
?
એ સમયે જાગૃત નાગરીકે કોર્પોરેટરને જવાબ આપતા કહ્યુ હતું કે,ફોન ઉપર વાત
કરવાને બદલે સ્થળ ઉપર આવીને જોઈ જાવ ખબર પડશે સાચી પરિસ્થિતિ શું છે.લોકોને એમ
પોતાના ઘર પાસેની ગટર ગંદી રાખવાનું મન થોડુ થાય
? એ પછી આ કોર્પોરેટર દેખાયા નથી.

એક અન્ય કીસ્સામાં રતનપોળ,ગોલવાડના રહીશ હેંમત રાણા તેમની પોળમાં ઉંદર અને છછૂંદરના
ત્રાસ અંગે પંદર દિવસથી સી.સી.આર.એસ.ની ઓનલાઈન ફરિયાદ સિસ્ટમ ઉપર ફરિયાદ કરે
છે.તેમના કહેવા પ્રમાણે
,ઉંદર અને
છછૂંદરોએ પોળના પથ્થર કોચી નાંખ્યા છે.તેમણે સી.સી.આર.એસ. સિસ્ટમ ઉપર નોંધાવેલી
ફરિયાદની વિગતો પણ જાહેર કરી છે.આમ છતાં તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં ના આવતા
તેમણે ધરણાં અને દેખાવ કરવા સુધીના કાર્યક્રમ આપવા સુધીની વાત કરી છે.

આ અંગે તપાસ કરાવીશું-એડી.સીટી ઈજનેર

મધ્ય ઝોનના એડીશનલ સીટી ઈજનેર અશોકભાઈ સકસેનાની આ બાબતમાં
મળેલી પ્રતિક્રીયા મુજબ
, આ બાબત
ખુબ ગંભીર કહી શકાય એવી છે.આ બાબતમાં તપાસ કરાવી તાકીદે ઘટતી કાર્યવાહી કરાવીશું.

વર્ષો પહેલા મ્યુનિ.એ ઉંદર પકડવા સ્કીમ અમલમાં મુકી હતી

વર્ષ-૧૯૯૫ના અરસામાં આ પ્રમાણેની પરિસ્થિતિ શહેરના દરીયાપુર
વોર્ડમાં જોવા મળી હતી.એ સમયે દરીયાપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર વિનોદ મોદીએ
મ્યુનિસિપલ બોર્ડમાં પણ અનેક વખત આ અંગે ગંભીર રજુઆત કરી હતી.એ રજુઆતને ધ્યાનમાં
રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની પોળોમાં ઉંદર પકડવા માટેના
પાંજરા મુકવામાં આવ્યા હતા.ઉપરાંત એક ઉંદર પકડાય તો એ સમયે પાંચ રૃપિયા ઈનામ
આપવાની પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેરાત કરવામાં આવી હતી.

પહેલા જેવા કોર્પોરેટર હવે રહ્યા નથી-રહીશોનો આક્રોશ

ખાડિયા વોર્ડ એ હંમેશથી ભાજપનો ગઢ ગણવામાં આવે છે.પરંતુ જે
પ્રમાણે ફેબુ્રઆરી મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ નવા
કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા છે તેમની સામે સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો
છે.લોકોમાં થતી ચર્ચા મુજબ
,
નવા કોર્પોરેટરોને હજુ સુધી મતદારોને સાથે રાખી એમની ફરિયાદો,સમસ્યા કેવી રીતે
ઉકેલવી એની કોઈ સમજ જ નથી.ઉપરાંત વહીવટી તંત્રમાં વર્ષોથી ફરજ બજાવતા અધિકારીઓ આ
કોર્પોરેટરોને જેમ સમજાવે એ પ્રમાણે કોર્પોરેટરો પણ તેમના મતદારોને ઉડાઉ જવાબ આપતા
હોય છે.આ સ્થિતિમાં ખાડિયા વોર્ડમાં છેલ્લા સાત મહિનામાં રહીશોની સમસ્યાઓમાં વધારો
થવા પામ્યો છે.અગાઉ ખાડિયાના કોર્પોરેટરો સતત મતદારોની વચ્ચે રહેતા હતા જે આજે
જોવા મળતુ ના હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here