વી. એસ. હોસ્પિટલ ખાતે સોમવારે ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ કરાશે

0
351

[ad_1]


અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021

નેવુ વર્ષથી કાર્યરત અમદાવાદની જુની વી.એસ.હોસ્પિટલને ફરી
ધમધમતી કરવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા છે.૧ નવેમ્બરને સોમવારે આ હોસ્પિટલ ખાતે
ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ કરવાની સાથે વિવિધ રોગના દર્દીઓને ઓ.પી.ડી.સારવાર
આપવાનો પણ સત્તાવાળાઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ,કોરોનાની બીજી લહેર સમયે કોરોનાના દર્દીઓને સારવાર આપવા
માટે ઉપયોગી થયેલી જુની વી.એસ.હોસ્પિટલ ખાતે ૬૫ લાખથી વધુની કીંમતના ઓકિસજન
પ્લાન્ટનું સોમવારે લોકાર્પણ કરવામાં આવનાર છે.કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી
પ્રોજેકટ હેઠળ આ ઓકિસજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ ખાતે ૧૩ સુપર સ્પેશીયાલીટી તબીબી સેવાઓની ઓ.પી.ડી.શરુ
કરવામાં આવશે.જેમાં લકવા ઉપરાંત કેન્સર
,
પેટ સંબંધિત બીમારી, લીવર અને
પિત્તાશય ઉપરાંત મૂત્રાશય અને હૃદયરોગ જેવા રોગનું નિદાન કરી પ્રથમ વાર પેઈન
મેનેજમેન્ટ સેવાનો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વિનામૂલ્યે લાભ આપવામાં આવશે.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here