સ્થાનિક લોકોએ રોડ રસ્તા ઉપર પથ્થરો ખડકી દઈ ને દર્શાવ્યો વિરોધ, ધારાસભ્ય ખેડૂતો ની પડખે રહી ને વળતર અપાવવા ને સ્થાને સૂચક મૌન થી તેમની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલ

કપરાડા તાલુકાના ભુરવડ ગામ માંથી પસાર થતી ઇલેક્ટ્રક ની હાઈટેંશન લાઈન ની કામગીરી કર્યા બાદ હજુ સુધી ખેડૂત ને વળતર ના નામે માત્ર ઠેંગો બતાવવામાં આવી રહયો હોય સ્થાનિક ખેડૂતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો એ રસ્તા માં પથ્થર મૂકી દઈ ને જ્યાં સુધી વળતર નહિ આપવામાં આવે ત્યાં સુધી કામગીરી નહિ કરવા દેવામાં આવે એવી ચીમકી ઉચ્ચારી છે કપરાડા ના ધારાસભ્ય ખેડૂતોની પડખે રહેવાને સ્થાને સૂચક મૌન થી અનેક ચર્ચાઓ ઉઠી

કપરાડા તાલુકાના ભુરવડ ગામે વાઘ દેવ ફળીયા માં છેલ્લા કેટલાક દિવસ થી ખેડૂતો ના ખેતરો માંથી અનેક વૃક્ષો અને અન્ય કામગીરી હાઈટેન્સન લાઈન નાખવા માટે કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો ને નુકશાન પોહ્ચ્યું છે અંદાજિત 50 થી વધુ ખેડૂતો ના ખેતર માંથી હાઈ ટેન્શન લાઈન પસાર થઇ રહી છે પરંતુ ખેડૂતો ને નુકશાની અંગે નું વળતર અપાવવામાં આવ્યું નથી જેને લઇ ને ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે વિકાસ થાય તેની સામે વાંધો નથી પરંતુ ખેડૂતો ને ઉઠા ભણાવી ને તેમને વળતર ચૂકવવા વિના થઇ રહેલ કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે ગઈ કાલે ભુરવડ ગામે અનેક ખેડૂતો એકત્ર થયા હતા અને હવે પછી કોઈ પણ કામગીરી કરવા કોઈ આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચાર માં આવી હતી
નોંધણીય છે કે કપરાડા ધારા સભ્ય જીતુભાઇ ચૌધરી ખેડૂતો ની પડખે રહી ને તેમને વળતર અપાવવા ની જરૂર હતી પરંતુ તેઓ પણ ખેડૂતો ની સમસ્યા દુર કરવાને સ્થાને સૂચક મૌન ધારણ કરતા તેમની પણ કામગીરી અને ખેડૂતો પ્રત્યે ની સંવેદનસીલતા અંગે સવાલો ઉઠ્યા છે.







