દુલસાડ ગામે આદિવાસી માટે વિવાદિત ટિપ્પણી કરનાર મહિલા આચાર્ય ની કપરાડાના છેવાડે આવેલા માલૂંગી શાળમાં બદલી

On: June 18, 2023 4:43 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ તાલુકાના દુલસાડ ગામે આવેલી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા મહિલા આચાર્ય દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે જાતિગઢ ટિપ્પણી કરી વિવાદ છેડતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી હતી અને વાલીઓએ સ્કૂલ ઉપર જઈને હું બાળો બતાવ્યો હતો સમગ્ર બાબતે વાલીઓ અને એસએમસી સભ્યો દ્વારા શિક્ષણ અધિકારીને મહિલાને ફરજ મોકૂફ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી જે અંગે તપાસ કમિટી સ્થળ પર પહોંચી રિપોર્ટ કર્યા બાદ મહિલા આચાર્યની બદલી કરવામાં આવી છે

ગુલસાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રેખાબેન બળવંતસિંહ સોલંકી દ્વારા આદિવાસીઓ માટે વિવાદિત ટિપ્પણી કરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને સમગ્ર બાબતે વિદ્યાર્થીઓએ વાલીને હકીકતથી વાકેફ કરતા વાલીઓ સ્કૂલ પર પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો ઘટનાની જાણ થતા તેને ગંભીરતાથી લઈ પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને વાલીઓ તન તેમજ એસએમસી સભ્યોની વાત સાંભળી હતી જે બાદ વાલીઓ પોતાના બાળકોને સ્કૂલમાંથી પોતાની સાથે પરત લઈ ગયા હતા તેમજ જ્યાં સુધી આચાર્યની બદલી નહીં થાય ત્યાં સુધી બાળકોને સ્કૂલમાં નહીં મોકલે એવો મક્કમ નિર્ધાર કર્યો હતો જેને પગલે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને તપાસ કમિટીએ સ્થળ પર પહોંચી એસએમસી સભ્યો વિદ્યાર્થીઓ વાલીઓ અને તમામ નાનીવેદન લીધા બાદ રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો આ રિપોર્ટના આધારે સમગ્ર બાબતને ગંભીરતાથી લેતા આ મહિલા આચાર્યની બદલી કપરાડા તાલુકાના માલૂંગી ગામે એટલે કે કપરાડાના મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા માલૂંગી ગામે કરવામાં આવી છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!