
પરિવારના મોભીને ત્યાં વિયાએલી ગાયનું પ્રથમ દૂધ પિતા 10 લોકોને ફૂડ પોઇઝનિંગ થતા 5 કપરાડા સરકારી હોસ્પિટલ માં જ્યારે 3 ધરમપુર ખસેડાયા
કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા માની નિઘુંના ફળિયામાં રહેતા ગોઘાર પરિવારના 10 જેટલા સભ્યો ને બપોરે ઝાડા ઉલટી થતા તમામ ને 108 મારફતે સારવાર માટે કપરાડા સી એચ સીમાં ખસેડવામાં આવ્યા હતા ઘટના બનતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું
કપરાડા તાલુકાના માની ગામે નીગુના ફળિયામાં રહેતા ચેનદાર બાપુ ગોગાર ના નિવાસ્થાને ગઈકાલે મોડી રાત્રે એક ગાય વિયાય હતી જેણે એક વાછરડાને જન્મ આપ્યો હતો જે બાદ આ ગાયના પ્રથમ નીકળતા દૂધને કેટલાક ઘરના લોકોએ આરોગવામાં લીધું હતું જે બાદ નાના બાળકો સહિત કુલ 10 જેટલા લોકોને પેટમાં દુખાવો અને ઝાડા ઉલટી ની ફરિયાદ થતા તમામની તબિયત લકડી પડી હતી. ઘરના સભ્યો પૈકી અર્ચના મોહન ઘોઘાર ઉંમર વર્ષ 7 જ્યોતિ મોહન ઘોઘાર ઉંમર વર્ષ 15 નીતિન ઉમેશ ઘોઘાર ઉંમર વર્ષ 15 હાઉસિ ઘોઘાર ઉ.વ 58 અને ચેન્ડર બાપુ ગોઘાર ઉ.વ.60 ને પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ થતાની સાથે જ તેમણે 108 ને જાણ કરતાં 108 ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને આ પાંચ લોકોને સારવાર માટે કપરાડાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ દાનૂન મોહન ધોગાર ઉંમર વર્ષ પાંચ મંજુ મોહન ઘોઘાર ઉંમર વર્ષ 12 અને મોહન ચેન્ડરભાઈ ઘોઘાર ઉ.વ.35 ને વધુ સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે આ ઘટના અંગેની જાણકારી કપરાડા આરોગ્ય વિભાગને તથા તાત્કાલિક આરોગ્યની ટીમ તેમના નિવાસ્થાને પહોંચી હતી અને તમામની પૂછપરછ કર્યા બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે તેમના ઘરે આગલા દિવસે એક ગાય એ બચ્ચાને જન્મ આપ્યા બાદ નીકળતું પ્રથમ દૂધ તેમના પરિવારજનોએ આરોગ્ય હતું જેના કારણે તેમને ફૂડ પોઝિશનિંગ થયાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે તેમના દ્વારા આરોગવામાં આવેલા દૂધ પૈકીના કેટલાક સેમ્પલો આરોગ્ય વિભાગ એ લીધા છે અને તેને હવે ફૂડ અને ડ્રગ વિભાગને તપાસ માટે આપવામાં આવશે જો કે હાલ તો આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે
- 108 ની ટિમ દ્વારા બાળકોને તુરંત સારવાર મળે તે માટે કરાઈ કામગીરી
માંની ગામે નીધુના ફળિયું ગામનો 108 એમ્બયીલન્સ ને કોલ મળ્યો હતો. જેમાં જણાવવા માં આવ્યું હતું કે 7 થી 8 લોકોને પેટમાં દુઃખાવો અને ઉલટીની ફરિયાદ છે .કોલ મળતાની સાથે જ સુથાર પાડા (કપરાડા)108 ટીમ ના ઈમટી પટેલ દીપેન્દ્ર ભારતસિંહ અને પાયલોટ ચંદ્રકાંત દળવી માની ગામ માં જવા નીકળી ગયા હતા. સ્થળ પહોંચ્યા બાદ ખબર પડી કે 3 નાના બાળકો ને વધારે દુઃખાવો અને ઉલટી થઈ રહ્યો છે.તેથી દર્દી ને જલદી થી લઇ હોસ્પિટલ જવા નીકળી ગયા હતા. તેમા એક બાળક 7 વર્ષ 10 વર્ષ તેમજ 5 વર્ષ એમ ત્રણ બાળક ઈમટી પટેલ દિપેન્દ્ર ભારતસિંહ અને પાયલોટ ચંદ્રકાંત દળવી ની મદદ થી એમ્બ્યુલન્સ માં જ પ્રાથમિક સારવાર આપી હતી અને અમદાવાદ ખાતે 108 ની હેડ ઓફિસ માં રહેલા ઈ. આર. સી. પી. ડોક્ટર અંજલિ મેડમ ની સલાહ મુજબ ઇન્જેકશન ઇન્જેકશન RL પાઈન આપી.બાળકો ને કેર આપી ઓક્સિજન સહિત બાળકો ને સહી સલામત નજીક ની CHC હોસ્પિટલ કપરાડા માં લઇ જવામાં આવ્યા હતા





