વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના ના સંક્ર્મણ ને ધ્યાને લઇ ને દરેક વિસ્તાર માં દરેક તાલુકા મથકે આવેલા વેપારી મંડળ અને બજાર ના વેપારી ઓ સાથે સંક્ર્મણ ન વધે અને કોવિડ 19 ના નિયમો નું ચુસ્ત પાને પાલન થાય એવા હેતુ થી પી એસ આઈ ભાદરકા ની અધ્યક્ષતા માં એક વિશેષ બેઠક નું આયોજન સુથારપાડા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બજાર માં આવતા જતા લોકો માસ્ક સેનિટાઇઝર અને સોસીયલ ડિસ્ટન્સ કાયમ રાખે તે અંગે તમામ સૂચનો આપવામાં આવ્યા સાથે જ વેપારી ઓ પણ કોવિડ ના નિયમો નું પાલન કરે તે અંગે પણ તમને સૂચના આપવામાં આવી સાથે દરેક ગામ ના અગ્રણીઓ ને પણ તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું હતું મહત્વ નું છે કે સુથારપાડા અને મહારાષ્ટ્ર ની બોર્ડર નજીક હોવાથી અહીં લોકોની અવર જ્વર વધુ છે ત્યારે સ્થાનિકો પણ તકેદારી રાખે એ એટલી જ જરૂરી છે