પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ ધરમપુર બજાર વિસ્તાર માં મોડીફાઇડ સાઇલેન્સર લગાડી ને ફરતા અનેક બુલેટ ચાલકો સામે છેલ્લા બે દિવસથી ધરમપુર પોલીસ ના પી એસ આઈ એ કે દેસાઈના માર્ગદર્શન મુજબ વિશેસ દ્ભાઈવ ચલાવવા માં આવી રહી છે ત્યારે આજે ધરમપુર બજાર માં ટાવર રોડ જે બાદ આસુરા વાવ ચોકડી નજીક માં પોલીસે વાહન ચેકીંગ અભીયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વધુ ત્રણ બુલેટ બપોર સુધી ઝડપી પડ્યા હતા અને સાંજે સુધી પાંચેક કેટલી બુલેટ પકડી પાડી હતી ગઈ કાલે પકડેલા 7 થી વધુ બુલેટ પકડી હતી આમ બે દિવસ ના વાહન ચેકીંગ અભિયાન માં કુલ 16 જેટલા બુલેટ ચાલકો સામેં ધરમપુર પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઘોઘાટ કરતા ફરતા બુલેટ રાજા ઓ માં ફફડાટ ફેલાયો છે