ભારતીય જનતા પાર્ટીનાં વલસાડ કાર્યાલય ખાતે બુધવારે સાંજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 158 બેઠકો માટે ભાજપનાં ઉમેદવારોનાં નામો જાહેર કર્યા છે ત્યારે ભાજપ પાર્ટી દ્વારા ટિકિટ ના આપતા સક્ષમ અને વર્ષો થી પાર્ટી માટે કામ કરી ચૂંટણી જીતનારા કાર્યકર્તા ઓની ટિકીટ કપાતા બળવો થયો જૂના કાર્યકરોને પત્તા કાપીને નવા ચહેરાઓને મુકવામાં આવતા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ છે
વલસાડ તાલુકા ની 4 તાલુકા પંચાયત ની સીટ પર 4 અપક્ષ ઉમેદવાર અને એક જિલ્લા પંચાયત ની સીટ પર અપક્ષ ઉમેદવાર એ દાવેદારી નોંધાવી છે અને પાર્ટી થી અને સ્થાનિક સંઘઠન થી નારાજ કાર્યકર્તા ઓએ બળદ ગાડા પર આવી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી વલસાડ તાલુકા પંચાયત ની અને જિલ્લા પંચાયત ની મહત્વ ની ગણાતી કોસંબા ,ભાગડાવડા, હીંગરાજ, સીટ પર ત્રી પાખીઓ જંગ ખેલાશે વર્ષોથી પાર્ટી સાથે વફાદારી કરે છે તેમને ટિકિટ અપાઈ નથી જેથી તેઓ નારાજ છે અને અપક્ષથી ચૂંટણી લડશે