આર્ટ ઑફ લિવિંગના સ્વયંસેવકોએ વાપી વિસ્તારના ૨૦થી વધુ પૂરગ્રસ્ત ગામોના ૧૦૦૦થી વધુ પરિવારો સુધી રાહત પહોંચાડી

On: August 2, 2026 11:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વાપી: દક્ષિણ ગુજરાતમાં સતત વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલા ભયાનક પૂરના સંકટ વચ્ચે, વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આર્ટ ઑફ લિવિંગ દ્વારા વ્યાપક રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વાપી તથા આસપાસના ૨૦થી વધુ પૂરપ્રભાવિત ગામોના ૧૦૦૦થી વધુ પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડવામાં આવી છે.

જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન સતત પડેલા ભારે વરસાદને કારણે દમણગંગા અને ઔરંગા સહિત અનેક નદીઓમાં ભારે પૂર આવ્યું હતું. પરિણામે અનેક ગામો જળબંબાકાર બન્યા, ઘરોને વ્યાપક નુકસાન થયું, વાહનવ્યવહાર ખોરવાયો અને હજારો લોકો ભોજન, વસ્ત્રો તથા અન્ય આવશ્યક સુવિધાઓથી વંચિત બન્યા. આવી વિકટ પરિસ્થિતિમાં આર્ટ ઑફ લિવિંગના ૨૫થી વધુ સ્વયંસેવકોએ સ્થાનિક નાગરિકોના સહયોગથી ૨૪ જુલાઈથી જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

દિવસ-રાત અવિરત સેવા આપતા સ્વયંસેવકોએ વહેલી સવારે ૩ વાગ્યા સુધી સતત મહેનત કરીને ૧૩૦૦ થી વધુ લોકો માટે તાજું અને પૌષ્ટિક ભોજન તૈયાર કરી પૂરગ્રસ્ત પરિવારો તથા જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યું હતું. વાપી રેલવે સ્ટેશન પર ફસાયેલા મુસાફરોને પણ સવારે ૪ વાગ્યા સુધી ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું, જેથી કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે. પ્રારંભિક કટોકટીની પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ સ્વયંસેવકોએ સમુદાય આધારિત રસોડાઓને અનાજ, રસોઈ માટેના સાધનો તથા જરૂરી માનવબળ ઉપલબ્ધ કરાવી ભોજન વિતરણની વ્યવસ્થા સતત ચાલુ રાખી.

અત્યાર સુધી આ રાહત અભિયાન હેઠળ ૬૨૦થી વધુ રાશન કિટ, ૩૭૦ સ્વચ્છતા કિટ, ૧૫૦થી વધુ ચાદરો, ૧૪ ફ્લોર મેટ, ૧૬૦ ચટાઈ, ૯૦ ધાબળા, ૬૫ સ્ટીલના પલંગ, ૫૦૦ થી વધુ પરિવારો માટે કપડાં, ૭૫ મચ્છરદાનીઓ, ૮૦ થી વધુ છત્રીઓ, બાળકો માટે રમકડાં, ૩૭૦ હાઈઝિન કીટ, ૫૦કિલો ચોખા, ૨૫ કિલો ઘઉં નો લોટ, ૧૨પ્લાસ્ટિક ની બરણી, સ્ટીલ ના વાસણ, ૩ પ્લાસ્ટી ની ડોલ , ૨૦ લીટર પાણી ના બોટલ ૨, તથા તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ જરૂરી સામગ્રીએ અસરગ્રસ્ત પરિવારોને પોતાના જીવનના પુનઃનિર્માણની મુશ્કેલ સફર શરૂ કરવામાં મહત્વપૂર્ણ સહારો પૂરો પાડ્યો છે.

આ રાહત અભિયાન રાતા, પંડોર, અંભેટી, અંબાચ, સલવાવ, કોચરવા, વલવાડા, બોરલાઈ, નાહુલી, બગવાડા, ટુંકવાડા, પુનાટ, જંબૂરી, એકલારા, દેગામ, કરૈયા, નાનાપોંઢા અને તિઘરા સહિત પૂરથી પ્રભાવિત ૧૫ થી વધુ ગામો સુધી પહોંચ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!