Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કાશ્મીરમાં એક નવી સવાર: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે ૨૦૦૦૦ યુવાનોએ ડ્રગ્સ-મુક્ત ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી

On: November 14, 2025 6:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કાશ્મીરમાં એક નવી સવાર: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે ૨૦૦૦૦ યુવાનોએ ડ્રગ્સ-મુક્ત ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી

સાત વર્ષ પછી કાશ્મીરની મુલાકાત લેતા, ગુરુદેવે કહ્યું, “કાશ્મીરના યુવાનોના હૃદય પ્રેમથી ભરેલા છે. તેઓ કાર્યશીલ, કેન્દ્રિત અને ક્ષમતાથી ભરેલા છે.”

શ્રી ગુરુદેવ

શ્રીનગર, ૧૧ નવેમ્બર, ૨૦૨૫: સાત વર્ષ પછી, વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી શાંતિ, સાંપ્રદાયિક સંવાદિતા અને તણાવમુક્ત, હિંસામુક્ત અને ડ્રગ્સ-મુક્ત કાશ્મીરના દૂરદર્શિતા રૂપી આશ્વાસન સંદેશ લઈને કાશ્મીરમાં આવ્યા હતા જેની હજારો લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમની આગમનની આતુરતાથી રાહ જોતા હજારો લોકોએ હાર્દિક સ્વાગત કર્યું તેમજ ગુરુદેવનું આવકાર જમ્મુ અને કાશ્મીર સરકારના અધિક મુખ્ય સચિવ (IAS) શ્રી શાંતમાનુ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાશ્મીરના યુવાનો સામે વધતી ડ્રગ્સની લત એક ગંભીર પડકાર રૂપે ઉભરી રહી છે. આ પડકાર સામે જાગૃતિ લાવવા માટે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં “એજ્યુયુથ મીટ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ૫૦ કોલેજો અને ચાર યુનિવર્સિટીઓના ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ ગુરુદેવની ઉપસ્થિતિમાં એકત્ર થયા હતા જેમાં સૌએ મળીને ડ્રગ્સ-મુક્ત કાશ્મીર બનાવવાનો સંકલ્પ કર્યો. આ કાર્યક્રમનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓ, સ્ટાફ અને અગ્રણી શિક્ષણવિદોને સંબોધતા ગુરુદેવે કહ્યું, “આપણે કાશ્મીરને ડ્રગ્સથી મુક્ત જોઈશું. મારું હંમેશા સ્વપ્ન રહ્યું છે એક હિંસા મુક્ત સમાજ, રોગ મુક્ત શરીર, દુવિધા મુક્ત મન, અવરોધો મુક્ત બુદ્ધિ અને દુ:ખ મુક્ત આત્મા. આ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે. હું દરેકના ચહેરા પર સ્મિત જોવા માંગુ છું, એક એવું સ્મિત જે કોઈ છીનવી ન શકે. આ ખરા શિક્ષણની ઓળખ છે.”

વ્યસનની સમસ્યાનો અસરકારક ઉકેલ સમજાવતા, ગુરુદેવે કહ્યું, “આનું રહસ્ય પોતાના શ્વાસમાં રહેલું છે. પોતાના શ્વાસ, ધ્યાન અને ચોક્કસ કસરતોની શક્તિનો ઉપયોગ કરીને, કોઈપણ વ્યક્તિ સરળતાથી વ્યસનને દૂર કરી શકે છે.”

કાશ્મીરને પ્રાચીન જ્ઞાનની ભૂમિ ગણાવતા, ગુરુદેવે આધુનિક ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર અને કાશ્મીરી શૈવ ધર્મ સાથે સંકળાયેલા પ્રાચીન પુસ્તક સ્પંદકારિકા વચ્ચે રસપ્રદ સરખામણી કરી હતી.

તેમણે કહ્યું, “ધ્યાન કાશ્મીર માટે અજાણી વસ્તુ નથી, તે કાશ્મીરનો વારસો છે. આ ભૂમિએ વિશ્વને ધ્યાન આપ્યું છે, અને તેનો કોઈ ધાર્મિક માન્યતા સાથે કોઈ સંબંધ નથી. ધ્યાન બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે અને મનને ખુશ રાખે છે.” એકતા અને પોતાનુંપણું જગાડતા, ગુરુદેવે કહ્યું, “આપણે સૌ એક તેજના અંશ છીએ. જ્યારે આપણે તે પ્રકાશ સાથે જોડાઈએ છીએ, ત્યારે કોઈ પણ અજાણ્યું લાગતું નથી. દરેક વ્યક્તિ પોતાનું હોય એવું લાગે છે. આને આપણે જીવવાની કળા કહીએ છીએ.”

તેમણે આગળ કહ્યું, “કાશ્મીરી યુવાનો સાંપ્રદાયિક સંવાદિતા માટે ઉભા છે. જીવન ખૂબ ટૂંકું છે. પ્રેમ કરવા માટે પૂરતો સમય નથી, તો આપણે શા માટે સંઘર્ષમાં ઉતરવું જોઈએ?”

દિવસ દરમિયાન, એક મનમોહક વાતચીતમાં, ગુરુદેવે કાશ્મીર યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી, ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, અને શેર-એ-કાશ્મીર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સહિત પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓના સાત વાઇસ ચાન્સેલરો અને કાશ્મીરની ૩૦ અગ્રણી કોલેજોના પ્રિન્સિપાલો સાથે વાત કરી હતી. તેમણે સામાજિક પહેલો અને રાજ્યમાં યુવાનોના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે અગ્રણી નાગરિકો સાથે પણ મુલાકાત કરી હતી.

છેલ્લા કેટલાક મહિનાઓમાં, કાશ્મીરની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ કેમ્પસમાં આર્ટ ઓફ લિવિંગના હેપ્પીનેસ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો, જ્યાં તેઓએ તેમના મન અને લાગણીઓને સંચાલિત કરવા માટે પ્રભાવશાળી તકનીકો શીખી હતી. આ પ્રોગ્રામમાં તેઓએ સુદર્શન ક્રિયા (એક પ્રભાવશાળી તણાવ-ઘટાડતી તકનીક) નો ઉપયોગ કરીને જીવનમાં સંતુલન, શાંતિ અને આનંદ લાવતી સરળ પરંતુ રૂપાંતરકારી જ્ઞાનસિદ્ધિઓ શીખી.

ગુરુદેવે દિવસનો અંત જમ્મુ અને કાશ્મીરના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા સાથે મુલાકાત સાથે કર્યો હતો. ૧૨ નવેમ્બરના રોજ, ગુરુદેવે શ્રીનગર સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી , જ્યાં કેદીઓ આર્ટ ઓફ લિવિંગના જેલ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે. આર્ટ ઓફ લિવિંગ જેલ કાર્યક્રમ કેદીઓને ઊંડા તણાવ, ગુસ્સો અને અપરાધભાવમાંથી મુક્ત થવામાં મદદ કરે છે, ભાવનાત્મક સ્થિરતા અને સકારાત્મક વર્તનને પ્રોત્સાહન આપે છે. ઘણા સહભાગીઓએ ગહન આંતરિક શાંતિ, આક્રમકતામાં ઘટાડો અને જીવન માટે નવી આશાની અનુભૂતિ થઈ હોવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યક્તિગત પરિવર્તન ઉપરાંત, આ પહેલ જેલની અંદર હિંસા ઘટાડવામાં અને સમાજમાં પુનર્વસન ને સરળ બનાવવામાં પણ મદદ કરે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!