Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ

On: October 9, 2024 8:27 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સુરત, 04 ઓક્ટોબર:  આજે ૩ ઓક્ટોબર ૨૦૨૪ – પ્રથમ નવરાત્રિના દિવસે વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસના પ્લેટફોર્મ પરથી Plant a Smile Campaign નો શુભારંભ કરવામાં આવ્યો છે. Plant a Smile એક એવી પહેલ છે જે સમાજને આનંદિત રહેવા અને સંસ્કારી વ્યક્તિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય રાખે છે. “Plant a Smile” નું લક્ષ્ય એક બીજા પ્રત્યે સ્નેહ વધે, સર્જનાત્મકતા સભર વર્કશોપ અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પર ભાર આપવામાં આવે છે.લોકો તેમની આસપાસના જીવાવરણમાં અન્ય પ્રત્યે સદભાવ વધે, જ્ઞાનની આપ લે કરે, ખુશીઓની વહેંચણી કરે અને તેના થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે. 

 Plant a Smile – રેલી ૩ ઓક્ટોબરે અનાથઆશ્રમ વાત્સલ્યધામ થી મશાલ સાથે શરૂ થઈ 11 ઓક્ટોબર સુધીમાં વિવિધ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ પહોંચશે. ત્યાંથી વધુ દસ દિવસ દરમિયાન લક્ષ્મી વિદ્યાપીઠના બાળકો અંતરિયાળ વિસ્તાર સુધીમાં Plant a Smileનો સંદેશો પહોંચાડશે. આ મશાલ રેલી દરમિયાન વાત્સલ્યધામના બાળકો એક સંસ્થા પર જશે અને ત્યાંના બાળકો સાથે મળી પાંચ વૃક્ષારોપણ કરશે ત્યારબાદ આ સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે આગળની સંસ્થામાં જશે અને તે સંસ્થાના બાળકો સાથે વૃક્ષારોપણ કરશે. ત્યાંથી પહેલાની સંસ્થાના બાળકો પાછા ફરશે અને નવી સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે મળી તેની આગળની સંસ્થા સુધી મશાલ રેલી મારફતે આગળ વધશે. આ રીતે ૧૦ દિવસ દરમિયાન ૧૦૦ જેટલી શાળાઓ પર Plant a Smile મશાલ રેલી પર્યાવરણના જતનનો સંદેશો ફેલાવશે. 

આ રેલી દ્વારા પર્યાવરણ જતન સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ પણ ફેલાશે. વાત્સલ્યધામના બાળકો સમાજની મુખ્ય ધારાના બાળકોને મળશે અને તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરશે જેથી સમાજમાં અમીરી ગરીબી વચ્ચેની ખાઈનું અંતર ઘટશે, આ રેલી દરમિયાન વિવિધ શાળાઓના ૫૦૦ કરતાં વધારે બાળકો રેલીનો હિસ્સો બનશે. સમાજમાં ખુશીઓ એકબીજા સાથે વહેંચવા તથા ખુશીઓમાં વધારો કરવા આ રેલી મધ્યસ્થીની ભૂમિકા અદા કરશે. સુનીતાઝ મેકર્સ સ્પેસના ફાઉન્ડર કુ.કિંજલ ચુનીભાઇ ગજેરાના વિઝન મુજબ આ વિશ્વને જીવવા માટેનું ઉત્તમ સ્થળ બનાવવું હશે તો દરેક વ્યક્તિએ પોતાની ખુશી બીજાને વહેંચી અને ખુશીઓની એક લહેર ઊભી કરવી પડશે. તેમના મત અનુસાર આજે આ રેલી દ્વારા ખુશીઓનું બીજ કે નાનો છોડ વાવ્યો છે તે સમય જતા વટવૃક્ષ બનશે અને સમાજમાં ખુશી અને આનંદ સાથે મજબૂત રીતે આગળ વધશે. “ONE HAPPINESS”  એ જ વિશ્વને નક્કર રીતે આગળ  વધવાનો માર્ગ છે અને તે માટે “Plant a Smile” રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!