
ધરમપુર તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીખીલ ભંડારીને તેમના જ ગામના બે ઈશામો એ ઘર આંગણે આવી ને ગાળા ગાળી કરી ઝપાઝપી કરી હતી તેમજ જતા જતા એમ પણ કહી ગયા કે રસ્તા માં જો તું મળ્યો તો તને જાન થી મારી નાખીશું

ધરમપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ નીખીલ ભાઈ ભંડારીએ વાત કારતા જણાવ્યું કે તેમણે થોડા દિવસ અગાઉ તેમના ગામ માં આવેલી આંગણવાડી અંગે આર ટી આઈ કરી માહિતી માંગી હતી જેમાં આંગણ વાડી ના બની છતાં પૈસા ચૂકવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હોય કેટલાક લોકો જે આંગવાડી બનાવવા માટે દરખાસ્ત કરી હતી અને કામગીરી પણ તેમના દ્વારા કરવામાં આવી હોય તેમને આર ટી આઈ કરતા પેટ માં તેલ રેડાયું હતું જેને પગલે તારીખ ૨૮ -૭-૨૪ ના રોજ ઘરે હતા ત્યારે નીરવ હરેશ પટેલ રહે ભેસધરા પટેલ ફળિયા,અને શંકર ભાઈ પોટુક ભાઈ ડબકિયા બુલેટ લઇ તેમના ઘરે આવી ને ઘર ની બહાર બોલાવી તેન ગાળો આપવા લાગ્યા હતા જે અંગે નીખીલ ભાઈ એ કેમ ગાળો આપો છો એમ પૂછતાં તું ગામનો દાદો થઇ ગયો છે કેમ રસ્તા અને આંગવાડી ની ફરિયાદ મારાભાઈ ના વિરુદ્ધ કરે છે કહી ને નિખીલભાઈ નો શર્ટ પકડી લઇ ઝાપાઝપી થતા બુમાબુમ થતા સ્થાનિક લોકો દોડી આવતા બન્ને ત્યાં થી નાશી છૂટ્યા હતા અને જતા જતા એવું પણ ધમકી આપતા ગયા કે જો રસ્તા માં મળશે તો તને જાન થી મારી નાખીશું જે અંગે નીખીલ ભાઈ ભંડારી એ ધરમપુર પોલીસ મથક માં એન સી કરી નોધાવી છે