
વીજ ધાંધિયા થી લોકો ત્રાહિમામ આખી આખી રાત વીજળી ડૂલ રહેતા લોકોની હાલત ખરાબ
મહિલાઓ બાળકો આશ્રમશાળા ના વિદ્યાર્થીઓ પરેશાન, અગાઉ કેરોસીન ના દીવા પ્રજવલિત કરી રોશની કરાતી હતી હવે તો સરકારે કેરોસીન પણ આદિવાસી ક્ષેત્ર માં આપવાનું બંધ કરી દેતા લોકોની સ્થિતિ કપરી

આદિવાસી ક્ષેત્ર માં વિવિધ યોજનાઓ નો લાભ મળે એ માટે સરકાર કટિબદ્ધ છે આજે પણ કેટલીક યોજના નો લાભ આદિવાસી વિસ્તારના લોકોને માટે એક સ્વપ્ન સમાન છે .ધરમપુર તાલુકાના બોર્ડર વિલેજમાં 10 .ખડકી,મધુરી, ચૌવરા, તુતરખેડ, સાત વાંકલ જેવા ગામોમાં છેલ્લા એક અઠવાડિયા ઉપરાંત થી લોકો ને 24 કલાક વીજળી નિયમિત મળતી ન હોવાની બૂમ ઉઠી છે સ્થાનિક જિલ્લા પંચાયત સભ્ય દ્વારા વારંવાર ટેલીફોનીક રજૂઆતો કરવા છતાં પણ છેલ્લા 7 દિવસ થી રોજ રાત્રિ દરમ્યાન વીજળી ગુલ રહેતા લોકો પરેશાન બન્યા છે વીજ કંપનીના અધિકારી ને રજૂઆતો કરવા માં આવે છે પરંતુ તેઓના બહેરા કાને આવી રજૂઆતો અથડાઈ ને પરત થઈ રહી છે
ધરમપુર તાલુકાના બોર્ડર વિળેજ માં આવેલા ગામો ખડકી મધુરી ચાવરા, સાત વાકલ,તુતરખેડ, સાદડવેરા,પૈખેડ,અવલ ખંડી, શિંગાર માળ,મોટી કોરવડ,ખપાટીયા જેવા અનેક ગામોમાં ચોમાસુ શરૂ થતાં હવે વીજ કંપનીના કામદારો યોગ્ય કામગીરી બજાવી ન રહ્યા હોવાનું વારંવાર વીજ પ્રવાહ ખોટકાઈ પડતા સામે આવી આવી રહ્યું છે એક તરફ સરકાર જ્યાં ગ્રામજ્યોતી યોજના અંતર્ગત આદિવાસી ક્ષેત્ર માં સતત 24 કલાક વીજ પ્રવાહ આપવામાં આવતો હોવાની વાત કરી રહી છે ત્યારે ધરમપુર માં આવેલા આ બોર્ડર વિલેજો માં કોઈ અધિકારી તપાસ માટે પણ જતું ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે,
ઉપરોક્ત બોર્ડર વિલેજનાં ગામોમાં છેલ્લા 7 દિવસ થી માત્ર કલાક બે કલાક વીજ પ્રવાહ આવતો હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે તો રાત્રિ દરમ્યાન નાના બાળકો હોય કે મહિલાઓ હોય કે આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકો તમામ ને રાત્રિ દરમ્યાન ફરજિયાત વીજળી ની જરૂર ઊભી થાય છે પણ ઉપરોક્ત ગામોમાં તો નિયમિત રીતે રાત્રિ દરમ્યાન 12 કલાક વીજ પ્રવાહ આવતો નથી એટલું જ નહિ અગાઉ સરકાર કેરોસીન આપતી હતી ત્યારે કેરોસીન ના દીવા કે પેત્રોમેક્ષ કે ફાનસ પણ પ્રજવલિત કરી લોકો ઘર માં અજવાયું કરતા પરંતુ હવે તો સરકારે કેરોસીન પણ આપવાનું બંધ કરી દેતા ગ્રામીણ કક્ષાએ રહેતા લોકો ની હાલત દયનીય છે
મહિલાઓ ને રાત્રિ દરમ્યાન રસોઈ બનાવવા નો સમય હોય એવા સમયે જ રસોડા માં અંધકાર હોય રસોઈ બનાવવા માટે પણ મુશ્કેલી ઊભી થાય છે જે અંગે જિલ્લા પંચાયત ના સભ્ય નિર્મલા બેન કેશવ ભાઈ જાદવ અને સ્થાનિક અગ્રણી કેશવ ભાઈ પાસે અનેક લોકો દરરોજ ફરિયાદ લઇ ને આવે છે જે અંગે ધરમપુર કાર્યોલક ઇજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની ને ટેલીફોનીક મૌખિક રજૂઆત કરવા છતાં માણસો કામ કરે છે વીજ પુરવઠો આવી જાસે જેવા વાયદા કરાઈ રહ્યા છે પરંતુ છેલ્લા 7 દિવસ થી દરરોજ નિયમિત રીતે આખી રાત રાત વીજ પુરવઠો ન આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે માત્ર મોબાઈલ લાઈટ ના સહારે લોકો એ નિર્વાહ કરવાની ફરજ પડી રહી છે
ત્યારે ઉપરોક્ત બાબત ને ગંભીરતા પૂર્વક લઈ કાર્યપાલક ઇજનેર કોઈ યોગ્ય અને નક્કર કાર્યવાહી કરાવે નહિ તો આગામી દિવસ માં બોર્ડર વીલેજના લોકો 24 કલાક વીજ પુરવઠા માટે આંદોલન કરે તો નવાઈ નહી



