અભયમ વલસાડની ટીમે એક મહિલા નો તૂટતું લગ્ન જીવન બચાવ્યું

0
259

ખોરંભે ચડેલ લગ્નજીવન મા અભયમ વલસાડ ની મદદગારી.
ગત રોજ વલસાડ પાસે ના ગામ માંથી એક પરણિતા નો અભયમ 181મહિલા હેલ્પલાઇન મા કોલ આવેલ કે મારા પતિ મારા પર શંકા કરે છે કે મારે દિયર સાથે સબન્ધો છે અને બાળકો પણ મારા નથી એમ કહી પિયર કાઢી મૂકે છે જેથી અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક અસરકારક કાઉન્સેલિંગ કરી પતિ ને શંકા દૂર કરતા ખોરંભે ચડેલ લગ્નજીવન પાટા પર આવ્યું હતું.
મળતી માહિતી મુજબ આશાબેન ને બે બાળકો છે તેમના પતિ અવારનવાર કામ માટે બહાર જતા હોય છે જેથી તેઓ નાના દિયર સાથે વાતચીત કરતા હતા આ અંગે ની તેમના પતિ એ કોઈ એ કાનભમ્ભેરની કરેલ કે તારા ભાઈ સાથે પત્ની ને સબન્ધો છે આથી શંકા ને કારણે પતિ એ પત્ની ને મારઝૂડ કરેલ અને આ બે બાળકો પણ મારા નથી અને પિયર મા ચાલી જવા જણાવેલ જેથી મુશ્કેલી મા મુકાયેલ આશાબેને (નામ બદલેલ છે )અભયમ નો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી
અભયમ કાઉંસરલરે પતિ નુ અસરકારક કાઉન્સેલિંગ કરી સમજાવેલ કે તમારા નાનાભાઈ છે તેમની સાથે ભાભી તરીકે વાતચીત કરે છે તેમા શંકા કરવાની જરૂર નથી કોઈ એ ખોટી માહિતી આપી આપના સુખી લગ્ન જીવન મા શંકા ઉભી કરી છે જે હકીકત ખોટી છે આ ઉપરાંત આશાબેન ને પણ સલાહ આપેલ કે પતિ ની હાજરી મા જ દિયર સાથે વાતચીત કરવી આમ બંને પતિ પત્ની એ પોતાની ભૂલ કબૂલી અને હવે સાથે રહેવા સંમત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here