વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરતા વહેલી સવારથી વલસાડ જિલ્લાના 6 તાલુકામાં વ્યાપક પ્રમાણ માં વરસાદ નોંધાયો છે સવારે 4 થી 6 દરમ્યાન વિવિધ તાલુકા મળી જિલ્લામાં કુલ 6 ઇંચ વરસાદ પડ્યો છે
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે મધુબન ડેમ માં પાણી ની આવક વધી રહી છે વલસાડ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ દ્વારા મળેલી વિગત અનુસાર આજે રવિવાર ના રોજ સવારે ડેમની સપાટી 69.25 મીટર ઉપર પફચી છે અને દર કલાકે પાણી ની આવક 11,454 ક્યુસેક વધી રહી છે જોકે હાલ એક પણ દરવાજા ખોલવામાં આવ્યા નથી પરંતુ આવક ડેમ માં પાણી ની આવક માં વધારો નોંધાઈ રહ્યો છે ..