Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન માટે વાપી ખાતે કલેકટર ના અધ્યક્ષતા માં લોક સુનવણી યોજાઈ 

On: December 30, 2023 3:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જિલ્લાના 55 ગામોના અનેક સર્વે નંબર ડ્રાફ્ટ નોટિફિકેશનમાં સમાવેશ થયા છે,ખેડૂતો પાસે પૂરતી વિગત ન હોવાથી અનેક અફવા ઓનું બજાર ગરમ થયું છે 

વધુ જાણકારી માટે ખેડૂતો  ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ નો સંપર્ક કરી જાણકારી મેળવી શકે છે

વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલ 55 ગામોમાં સી આર ઝેડ અંતર્ગત કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન અંગે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પડ્યું છે જેમાં સી આર ઝેડ માં કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન માં દરિયા ને અડી ને આવેલા 55 ગામોના અનેક સર્વે નંબરો તેમાં આવરી લેવામાં આવ્યા છે.તારીખ 29-12-2023 ના રોજ વાપી વી આઈ એ ખાતે સી આર ઝેડ નોટિફિકેશન બાબતે લોક સુનવણી નો કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટર અને જી પી સી બી અધિકારી ની અધક્ષતા માં યોજાયો હતો જેમાં અનેક ગામોના ખેડૂતો હાજરી આપી સી આર ઝેડ નોટિફિકેશન અંગે મુંઝવતા પ્રશ્નો અંગે સવાલ કર્યા અને પોતાની વાંધા અરજીઓ રજૂ કરી હતી 

સી આર ઝેડ (કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન) નું સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન તૈયાર કરવાનું કારણ એ છે કે છેલ્લા 100 વર્ષો માં જે જળ વાયુ પરિવર્તન થયા છે તે જોતા આગામી 100 વર્ષ માં દરિયા કિનારે કે ખાડી કિનારા ક્ષેત્ર માં કેટલું ધોવાણ થશે એ નો એક અંદાજ પૂર્વ મેપ સરકાર દ્વારા નક્કી કર્યા બાદ જ કોસ્ટલ મેનેજમેન્ટ દ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ..

જેમાં જિલ્લાના કુલ 55 ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેમાં (૧) તાલુકા પારડીના ગામો (કુલ ૭) જેવા કે કલસર, કોલક, મોતીવાડા, પલસાણા, પારડી (એમ), ઉદવાડા ઉમરસાડી.

(૨) તાલુકા ઉમગામના ગામો (કુલ ૧૬) જેવા કે આહુ, દહેરી, ફણસા, ગોવાડા, કાલઇ, કલગામ, ખેતલવાડા. મરોલી, નારગોલ, પળગામ, પાલી કરમબેલી, સંજાણ, સરોંડા, તડગામ, ટીંભી, ઉમરગામ (સી.ટી.),

(૩) તાલુકા વલસાડના ગામો (કુલ ૩૩) જેવા કે અટાર, અતુલ (સી.ટી), અબ્રામા(સી.ટી), ભદેલી દેસાઇ પાર્ટી, ભદેલી જગાલાલા, ભાગલ, ભાગડા ખુર્દ, ભાગડાવાડા, ભગોદ, છરવાડા, ચીખલા, ડાંડી, ધરાસણા,

ધમડાચી, હરીયા, કકવાડી દાંતી, કોસંબા, લીલાપોર, મગોદ, મગોદ ડુંગરી, માલવણ, મેહ, મોગરાવાડી,(સી.ટી), નનકવાડા (સી.ટી.), પારડી સાંઢપોર, સુરવાડા, શંકર તળાવ, તિથલ, વલાસડ (એમ), ઉંટડી, વાસણ, વેજલપોર નો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે ગ્રામીણ કક્ષા એ આ નોટિફિકેશન બાબતે અનેક અફવા ઓ જોર પકડી રહી છે જેમાં સરકાર જમીન લઈ લેશે ,ખેતીવાડી થશે નહીં વગેરે વગેરે ..પરંતુ આ તમામ અફવા ઓ છે આજે લોક સુનવણી દરમ્યાન જિલ્લા કલેકટરે સ્પષ્ટ અને ચોખ્ખી ભાષા માં જણાવ્યું કે ડ્રાફ્ટ નોટિફિકેશન હજુ ફાઇનલ નથી લોકોના પ્રતિભાવો લેવામાં આવી રહ્યા છે..સાથે જ સી આર ઝેડ કોસ્ટલ મેનેજમેન્ટ જે સર્વે નંબરો નક્કી કરવામાં આવ્યા છે જેનો સમાવેશ કરવામાં આવ્યો છે એ સરકાર લઈ લેવાની નથી..પણ તેમાં કેટલાક નિયમો લાગુ પડશે ખેતી કરનારા ખેડૂત ખેતી ચોક્કસ પણે કરી જ શકશે..પણ જો નોટિફિકેશન માં આવતા સર્વે નંબર માં નવું બાંધકામ કરવું હશે તો તે કરી શકશે નહીં..વળી નોટિફિકેશન બહાર પડ્યા પેહલા જે જૂનું બાંધકામ જમીન માં હશે તો તેમાં નિયમોને આધીન સમારકામ કરી શકાશે..

કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન માં એ .બી. અને સી એમ ત્રણ ભાગ પાડવા માં આવ્યા છે અને એ ત્રણે ભાગ માં પણ પેટા બે ભાગો માં વહેંચણી કરવામાં આવી છે 

જોકે કલેકટર શ્રી એ જણાવ્યું કે આજ ની લોક સુનવણી છેલ્લી નથી કારણ કે હજુ પણ લોકોને જેમ જેમ ખબર પડી રહી છે તેમ તેમ લોકો આગળ આવી રહ્યા છે..

આજની સુનવણી દરમ્યાન અનેક ખેડૂતો એ પોતાના પ્રશ્નો રજૂ કરતા જણાવ્યું કે તેઓ ને સી આર ઝેડ અને કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન અંગે પૂરતી કોઈ વિગત મળી નથી આ 55 ગામોમાં જમીન ધરાવતા અનેક ખેડૂતો આજે પણ સી આર ઝેડ અંગે અજાણ છે ..ત્યારે ખેડૂતો એ માંગ કરી છે કે તેઓ ને સમગ્ર બાબત ગુજરાતી માં સમજાય એ રીતે ના માહિતી પૂરી પાડવામાં આવે માત્ર ઓનલાઈન માહિતી મુકવા થી ખેડૂતને જાણ થતી નથી 

ગ્રામ પંચાયત ઉપર દરેક સમાવિષ્ટ ગામોમાં વિગતવાર મીટીંગ યોજીને ખેડૂતો ને સમગ્ર બાબત અંગે માહિતીગાર કરવામાં આવે જેથી કરી મેં ફેલાઈ રહેલી આફવા ઓ ઉપર તેઓ ધ્યાન ન આપે .

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!