Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ઈરાન યુદ્ધની અફવાઓની અસર: દમણમાં રાંધણ ગેસની અછતની અફવા, ગરમી વચ્ચે પણ એજન્સીઓ બહાર લાંબી કતારો

દમણ, તા. ૧૨ માર્ચ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન સાથે સંભવિત યુદ્ધની અફવાઓ વચ્ચે તેનો પ્રત્યક્ષ અસર હવે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. રાંધણ ગેસ (એલપીજી)ની અછત થવાની અફવા એકદમ વાયરલ થતાં શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં તીવ્ર ગભરાટ અને અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું છે. મળતી વિગતો અનુસાર, ગયા બે-ત્રણ દિવસથી શહેરમાં અચાનક ગેસ … Read more

વાપી મનપા દ્વારા નવી 20 સીટી બસ શરૂ કરાશે

મહતમ ભાડુ રુપિયા 10 લેવામાં આવશે વાપી શહેરની જાહેર જનતાની સુવિધા તેમજ નવા ભળવેલ ગામોમાં જાહેર પરિવહન સેવાનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વાપી મહાનગરપાલિકા દ્વારા ૨૦ સીટીબસો શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.  સમગ્ર કામગીરી પીપીપી ધોરણે હાથ ધરવામાં આવેલ છે. જેમાં તમામ બસોનું રોકાણ તથા સંચાલન નક્કી કરેલ એજન્સી દ્વારા કરવામાં આવશે. વાપી … Read more

સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.;આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજ

વાપી ટાઉન નહેરુ સ્ટ્રીટ ખાતે આવેલ શ્રી લબ્ધિસૂરિજી જ્ઞાનમંદિરમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજ અને પૂ. મુનિશ્રી પ્રેમદર્શનજી મહારાજની પાવન નિશ્રામાં ધર્મસભાનું આયોજન થયું હતું. આ રૂડા અવસરે પૂ. આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, જ્યાં જવાનું હોય તેની આપણે તૈયારી કરતા હોઈએ છીએ એ જ રીતે અહીંથી જ્યાં જન્મ લેવાનો છે ત્યાંની પણ તૈયારી … Read more

વલસાડ એલ સી બી એ રીઢા ચોર ઝડપી લીધા

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ લાંબા સમયથી અનડિટેક્ટ રહેલી રાત્રીની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મહારાષ્ટ્રના પાલઘરથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પારડીની “બનારસી ભેલ” દુકાનમાં થયેલી ₹1,20,000 ની ચોરી સહિત વલસાડ સિટી અને વાપી ટાઉનના વાહન ચોરીના ગુનાઓનો પણ પર્દાફાશ થયો છે. CCTV ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઓળખી ખાનગી બાતમી પરથી ટીમ … Read more

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા; વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા ૫,૦૦૦થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો; સુરત અને અમદાવાદ માં તેમની ઉપસ્થિતિમાં યોજાયેલા “સોકિંગ ઇન બ્લિસ” કાર્યક્રમમાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી

વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી એ ગયા અઠવાડિયામાં વાસદ, સુરત અને અમદાવાદની મુલાકાત લીધી, જ્યાં હજારો સાધકો ધ્યાન, જ્ઞાન, સત્સંગ અને સંવાદ માટે ઉમટ્યા. તેમની મુલાકાત દરમિયાન ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ વર્ગોના વરિષ્ઠ સંતો સાથે સ્નેહસભર મુલાકાત કરી, જે આધ્યાત્મિક એકતા અને સાંસ્કૃતિક વારસાની સંયુક્ત ભાવનાને પ્રતિબિંબિત કરતી હતી. વાસદ સ્થિત … Read more

અનાવિલ યુવા મિત્ર મંડળ વલવાડા દ્વારા અનાવિલ દાતા પ્રદીપભાઈ મોહનભાઇ તેમજ રેખાબેન દેસાઈનું વિશેષ સન્માન કરાયું

વિશ્વેશ્વર મહાદેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવેલ શ્રી રામચંદ્રજી પરિવાર ની પ્રતિષ્ઠા નિમિતે ૧૫ લાખ થી વધુની રકમ નું દાન આપવામાં આવ્યું હતું. તેમજ ભૂતકાળ માં હરિયા હોસ્પિટલ,જનસેવા હોસ્પિટલ,અનાવિલ કેળવણી મંડળ. અનાવિલ મેડિકલ ફંડ,વલવાડા સ્મશાન ગૃહ, દેગામ અને ઉમરસાડી ખાતે સ્કૂલ માં તેમજ અન્ય અનેક સંસ્થામાં માતબર રકમ નો સિંહ ફાળો ઉમરગામ તાલુકા ના વલવાડા … Read more

error: Content is protected !!