Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કવિ નર્મદની 190 મી જન્મ જ્યંતી ની ધરમપુર ખાતે ઉજવણી

On: August 25, 2023 4:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
શ્રીમન મહારાણા લાઈબ્રેરી

ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190  મી જન્મજયંતિ ૨૪ ઓગસ્ટના દિવસે ઉજવણી થયી.

 સમાજ સુધારક, કવિ, ગધ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભ શંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ ના રોજ  સુરત ખાતે થયો હતો. સમાજ સુધારક કવિ વીર  નર્મદના જન્મદિવસને આ વર્ષે 190  વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમા હોવાથી દર વર્ષે લાઇબ્રેરીમાં આ જન્મજયંતીની ઉજવણી ધામ ધૂમપૂર્વક ઉજવાય છે. ગુજરાતના પ્રખ્યાત સમાજ સુધારક કવિ જે કવિતા, ગધ્ય પ્રકારનું સાહિત્ય લખવા સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્ધાઓ, કુરીવાજોથી સમાજને બચાવવા પૉતાની જાત હોમી દીધી. આજથી 150 વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં. તેમણે લેખન કાર્યમાં સમાજ સુધારણા માટે ” દાંડિયા ” નામનું સામાઇક દ્વારા સાહિત્ય સેવા, સમાજ સેવાના ઉચિત પ્રયાસોએ કર્યા હતાં. ‘ પ્રેમનીતિ ‘ ,  ‘ કબીર વડ ‘ , ‘દોડિયા ‘, ‘ મારી  ‘ , ‘ નર્મ કોશ ‘ , ‘ નડાખ્યાન ‘ , ‘ નાગર ‘ , ‘ સ્ત્રીઓના ગીતો ‘  તેમજ તેમનુ પ્રેમ શૌર્ય અંકિત કાવ્ય ‘ જય જય ગરવી ગુજરાત ‘ આજે પણ એટલૂં જ પ્રચલિત છે. જેથી આવા વીર કવિના જન્મજયંતી ઊજવણી  કરવા ધરમપુર નગરપાલિકા ના વહીવટદાર  શ્રી એફ વસાવાસાહેબ  મે.મામલતદારશ્રી,  ધરમપુર તાલુકા, તથા ડો વિજય ઇટાલિયા ,ચીફ ઑફિસર ,ધરમપુર નગરપાલિકાના રાહબરી હેઠળ વીર નર્મદ જન્મ જયંતી ઊજવણીનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમા ઉપર ધરમપુર નગરપાલિકાના ચીફ ઑફિસર  ડો. વિજય ઇટાલિયા, ધરમપુર નગરપાલિકાના માજી  ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ , લાઇબ્રેરીના સૌથી જૂના વાચક સભ્ય  જાણીતા ચર્ચાપત્રી શ્રી રાયસિંગ ભાઈ વળવી તથા લાઇબ્રેરીના મોટી સંખ્યામાં વાચક યુવા ,યુવતીઓ હાજર રહી વીર નર્મદની પ્રતિમા ઉપર દીપ પ્રાગટ્ય, ફૂલહાર કરી વીર નર્મદને યાદ કરી ૧૯૦ મી જન્મજયંતી કાર્યક્રમની  ઉજવણી કરવામાં આવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!