આખરે કોઈ પાર્ટી તો આગળ આવી ખાડા પુરવા

On: July 30, 2023 3:25 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

સામાન્ય પ્રજાને સ્પર્શતા પ્રશ્નો અને હાલાકી દૂર કરવા સત્તા પક્ષને રસ ન હોય એવું જણાય છે ત્યારે અન્ય પક્ષો પ્રજાના પ્રશ્નોને મુદ્દો બનાવી પ્રજાની સહાનુભૂતિ મેળવી લેવામાં સફળ બનતી હોય છે.આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા ખાડા ભરો અભિયાન યોજાયું વલસાડ,ધરમપુર,કપરાડા,વાપી સહિત જિલ્લામાં અનેક સ્થળે ખાડા પુરાયા

સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખાડા બરો અભિયાન આપવામાં આવ્યો હતો જે અંતર્ગત દરેક જિલ્લામાં માર્ગમાં પડેલા ખાડા જે વહીવટી તંત્ર પૂરી નહોતું રહ્યું એવા તમામ મોટા ખાડાઓ આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સ્વયં પોતે પહોંચીને પુરાણ કર્યું હતું. વલસાડ જિલ્લામાં પણ અનેક જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખાડા ભરો અભિયાનમાં જોડાયા હતા અને અનેક જગ્યાઓ પર વરસાદને પગલે ધોવાઈ ગયેલા રોડ ઉપર પડેલા ખાડા પૂરવાની કામગીરી કરી હતી જેમાં ધરમપુર ખાતે તેમજ વલસાડ શહેર ખાતે પણ કાર્યકર્તાઓ મુખ્ય માર્ગ ઉપર ખાડા પૂરતા જોવા મળ્યા હતા

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!