- આજે શરદ ભાઈ વ્યાસે કૃષ્ણની લીલાઓ વિશે વાત કરી હતી
- મનમોહક વાંસળી ના શૂરમાં સમગ્ર વિશ્વને મોહિત કરનારો સ્વંય માતાની મમતામાં મોહિત થયો

ધરમપુર નજીકમાં આવેલા ભેંસધરા ખાતે જગનેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં સર્વ પિતૃ મોક્ષર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન તારીખ 19 એપ્રિલના રોજ થી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે વ્યાસ પીઠ ઉપર થી કથાનું સંગીતમય વાણીમાં રસપાન આંતર રાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ કરાવી રહ્યા છે

કથાના આજે 5 માં દિવસે શરદભાઈ એ વ્યાસ પીઠ ઉપર થી ક્રુષ્ણ ની લીલાઓ વિશે વાત કરી તેમણે કહ્યું કે વાંસળીના મધુર શૂરમાં સમગ્ર વિશ્વને ઘેલું કરનાર ખુદ માતાના મોહમાં પડ્યો છે એક નહિ પણ બબ્બે માતાના પ્રેમનો હકદાર બન્યો છે કાનો ,તેમને વર્તમાન સમયમાં યુવાનો માતા પિતાને સાચવે તેમનું માન સન્માન જળવાય એ વાત ને પણ આવરી લીધી હતી

આજે કથામાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ પણ હાજરી આપી હતી સાથે જ કથાના મુખ્ય યજમાન જેઓ કથામાં હાજરી આપવા માટે વિશેષ યુ એસ એ થી આવ્યા હોય એવા સુરેશભાઈ ભક્ત અને તેમના પત્ની દ્વારા ઉપસ્થિત રહેલા સંતો અને મહેમાનો નું સ્વાગત સન્માન કરાયું હતું

કથા આગામી 25 એપ્રિલ સુધી ચાલશે જે દરમ્યાન દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે સવારે 9 વાગ્યે શરૂ થતી કથા બપોરે 1 વાગ્યા સુધી ચાલી રહી છે જેમાં સેંકડોની જન મેદની ઉમટી રહી છે





