માતૃભાષા મહોત્સવ ધરમપુરમાં યોજાયો..

On: February 23, 2023 8:20 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
મહેકે માતૃભાષા ' ગુજરાત સાહિત્ય અકાદમી,  ગાંધીનગર અને 
જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ તથા
સાહિત્ય પ્રભાત, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયો..

પ્રારંભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષશ્રી ભાગ્યેશ  જહા સાહેબનો પ્રેરક સંદેશો સૌએ સાંભળ્યો.

ધરમપુર શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી *મહેકે માતૃભાષા* એવા સુંદર નામ સાથે કવિ સંમેલન યોજી થઈ. આ કવિ સંમેલનમાં કવિગણ શ્રી અરવિંદભાઈ ભટ્ટ, કિરણસિંહ ચૌહાણ, (સંચાલક ),  ડૉ. હરીશ ઠક્કર, પ્રજ્ઞા વશી, સંદીપ પૂજારા તથા

ડૉ. ભાવેશ વાળાને સુજ્ઞ શ્રોતાજનોની મળતી રહી દાદને પરિણામે કાર્યક્રમ વધુ દીપી ઉઠ્યો.  કવિ સંમેલનનું સુચારું સંચાલન ઉત્તમ ઉદઘોષક ,ગાયક ,કવિશ્રી કિરણસિંહ ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમના સંયોજક તથા જા. પ્રમુખ  ડૉ. આશા ગોહિલ તથા સાહિત્યપ્રભાતના શ્રી ફૈઝલ બકીલી, શ્રી ભાવેશ રાઈચાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું . શ્રી નિમેષ ભટ્ટ ,શ્રી હાર્દિક પટેલ, શ્રી પંકજ પટેલ ,શ્રી દેવલ રાંચ તથા અન્ય મિત્રોની મદદ મળી હતી . સાહિત્યરસિકજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપ ‘ મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં…’  આ શ્વેત ફલક પર લોકોએ હસ્તાક્ષર કરવાનો લહાવો લીધો હતો.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!