
પારડી તાલુકાના ડુમલાવ ગામે યોજાયેલી શ્રીમદ ભાગવત કથામાં દ્વિતીય દિવસે આજે 30 જાન્યુઆરી એ માજી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી અને જાણીતા સામાજિક કાર્યકર એવા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ ના નિર્વાણ દિવસે તેમને કથા ના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા સાથે જ શ્રીમદ ભાગવત કથામાં મૃતકોના આત્માને શાંતિ અર્થે કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા નું વ્યાસપીઠ ઉપરથી રસપાન ચીખલીના વાંઝણા મેલડી ધામના વિજય બાપુ ના મુખે સંગીતમય વાણીમાં કરવામાં આવી રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના ભાવિક ભક્તો લાભ લઇ રહ્યા છે દરરોજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે દરરોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ થતી કથા બપોરે 1:00 વાગ્યા સુધી આયોજિત કરવામાં આવી રહી છે આજે કથા ના દ્વિતીય દિવસે વિજય બાપુએ જણાવ્યું કે વડીલો અને વયો વૃદ્ધને મળતા રહેવાથી તેમને મળેલા અનુભવોના માધ્યમથી કંઈક ને કંઈક નવું શીખવા મળે છે તેથી દરેક વડીલોને અને જાણીતા લોકોને મળતા રહેવું જોઈએ તેમજ પ્રતિભાશાળી વ્યક્તિત્વના સહયોગ માત્રથી પ્રતિભાશાળી વ્યક્તિત્વની ઓરા ની નજીક આવવાથી પોઝિટિવ એનર્જી મળતી હોય છે જેથી આવા વ્યક્તિત્વને સતત મળતા રહેવું જોઈએ આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી એ પણ ઉત્તમભાઈ પટેલની સિદ્ધાંત વાદી નીતિ અને તેમના અનેક સામાજિક કાર્યોને યાદ કર્યા હતા અને તેમના પગલે તેઓ પણ ચાલી રહ્યા હોવાનું જણાવ્યું હતું





