દમણ કોસ્ટગાર્ડે દરિયામાં ડૂબી રહેલી તુલસીદેવી બોટમાં સવાર 11 લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યા

On: August 17, 2022 12:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર રેસ્ક્યુ
મધ દરિયે એન્જીન ફેઈલ થઈ જતા બોટમાં પાણી ભરાવવા માંડતા અંદર સવાર તમામ લોકોમાં જીવ તાળવે ચોંટ્યા હતા જેને પગલે બોટમાં સવાર માલિકે ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં કોલ કરી મદદ માંગતા કોસ્ટગાર્ડ દ્વારા 11 લોકોને બચાવી લેવાયા 

નવસારી થી મુંબઈ માછીમારી કરવા જઈ રહેલી તુલસીદેવી નામની બોટમાં સવાર 11 જેટલા ખલાસીઓને દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે ડૂબી રહેલી બોટમાંથી હેમખેમ ઉગારી લીધા છે જોકે હાલ તમામ એમ કેમ છે બોટનું એન્જિન અચાનક મધદરિયે ફેલ થઈ જતા બોટમાં પાણી ભરવા માંડ્યું હતું જેને પગલે બોટમાં સવાર ખલાસીઓ દ્વારા કોસ્ટગાર્ડની મદદ મંગાઈ હતી

નવસારી થી દરિયામાં નીકળી મુંબઈ તરફ જઈ રહેલી અને માછીમારી કરવા નીકળેલી તુલસીદેવી નામની બોટ વલસાડથી 14 નોટિકલ દૂર અચાનક એન્જિન ટેલ થઈ જતા અટકી પડી હતી એન્જિન ફેલ થતાં બોટની અંદર પાણી ભરાવા માંડ્યા હતા અને તે ડૂબવાને આરે પહોંચી હતી જેને પગલે બોટમાં સવાર 11 જેટલા ખલાસીઓ તાત્કાલિક ઇમરજન્સી કોલ કરી મદદ માગી હતી જેને પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પરિસ્થિતિ ની ગંભીરતા જોતા ડી આઈ જી અમિત કુરગાવકર, સ્કોડન કામન્ડિંગ ઓફિસર દુર્ગેશ તિવારીની આગેવાની માં ચેતક 802   હેલિકોપ્ટર દ્વારા ડૂબી રહેલી બોટ પાસે પહોંચી હેલિકોપ્ટર દ્વારા ૧૧ જેટલા ખલાસીઓને હેમખેમ  ઉગારી લીધા હતા  ઝડપી પવન અને વરસતા ભારે વરસાદ વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા હિંમત ભેર દરિયામાં ઉતરી એક પછી એક એમ 11 લોકોને બચાવી લેવાયા છે કુલ 4 સોટેજ માં  તમામનું રેસ્ક્યુ કરી દમણ લગાવવામાં આવ્યા હતા હાલ તમામ હેમખેમ હોવાનું જાણવા મળ્યું છે

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!