શું છે આ દેશી દારુ……કેમ બની જાય છે તે લઠ્ઠો….

On: July 26, 2022 4:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

શા માટે તે અસર કરે છે માણસની આંખો અને લિવર પર…જાણો વિશેષ અહેવાલ

જાણો દેશી દારૂ વિશે

દેશી ખરાબ ગોળ કે સડેલાં ફળોના આથામાં વોશ નાંખી ઉકાળો એટલે તૈયાર થાય દેશી દારુ. રાસાયણિક ભાષામાં દેશી દારુ એ ઈથેનોલ છે. ઈથેનોલ જ્વલનશીલ હોય છે. તે માણસની નર્વસ સિસ્ટમને ઉત્તેજીત કરે છે. એટલે જ તેને પીધાં બાદ લોકોને નશાનો અનુભવ કરે છે. જો ટેમ્પરેચર વધી જાય તો ઈથેનોલ મિથેનોલનું રુપાંતર થઈ જાય છે. આ મિથેનોલ એટલે લઠ્ઠો. 

મિથેનોલ એ એક પ્રકારનું ઝેર છે. શરીરમાં પ્રવેશતાં જ તે પ્રોટીનનું બંધારણ તોડી નાંખે છે. તેની સૌથી પહેલી અસર થાય છે આંખના પડદા પર….ને એટલે જ લઠ્ઠાકાંડનો ભોગ બનેલાં લોકો દ્રષ્ટિ ગુમાવે છે. મિથેનોલનાં કારણે લીવર ડેમેજ થઈ જાય છે.

બુટલેગરો ઘણીવાર દેશી દારુમાં મેન્ડ્રેક્સ….ગાય-ભેંસની પ્રજોત્તપત્તિ માટે વપરાતાં ઓક્સિટોસીનનાં ઈન્જેક્શન, પાવર સેલ વગેરે જેવી ખતરનાક ચીજ વસ્તુઓનો પણ ઉપયોગ કરતાં અચકાતાં નથી. આ દારુ નહીં પણ ઝેર છે….અને આ ઝેર લઠ્ઠો ના બને તો પણ તેનું સેવન કરવાથી વ્યક્તિ રોજ ધીમું ધીમું મરતી રહે છે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!