Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

હાઇવે ઉપર થતા અકસ્માતો રોકવા માટે 500 બાઈક ચાલકોને એલ .એન્ડ ટી.ના સહયોગથી કરાયું હેલ્મેટ વિતરણ

On: July 25, 2022 1:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
રેન્જ આઈ.જી.કુમાર પંડિયનના હસ્તે હેલ્મેટ વિતરણ

વલસાડ જિલ્લામાં ઉમરગામથી લઈને વાઘલધરા સુધીના હાઇવે ઉપર અનેક ફેટલ અકસ્માતો નોંધાયા છે.જેમાં અત્યાર સુધીમાં 140 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.હાઇવે ઉપર થતા જીવલેણ અકસ્માતો રોકવા માટે તકેદારીના ભાગ રૂપે આજે પારડી નજીકમાં આવેલ બાલદા ગામે 500 બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ હેલ્મેટ વિતરણ સુરત રેન્જ આઈજી રજકુમાર પંડિયન અને ડી એસ પી રાજદીપ સિંહ ઝાલાની હાજરીમાં કરવામાં આવ્યું હતું 

ડી.એસ.પી. રાજદીપસિંહ ઝાલાના હસ્તે હેલ્મેટ વિતરણ

વલસાડ જિલ્લામાંથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે.હજારોની સંખ્યામાં વાહનો દિવસ દરમ્યાન પસાર થાય છે.ભારે વાહનો પસાર થતા અનેક અકસ્માતની ઘટના પણ નોંધાય છે અત્યાર સુધીમાં 140 જેટલા જીવલેણ અકસ્માતોમાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે કેટલાક લોકોએ પુત્ર તો કેટલાકે પોતાના સ્વજનો ગુમાવ્યા છે વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે ત્યારે આવા અકસ્માતો રોકવા માટે તકેદારીના ભાગ રૂપે જ્યારે પણ વાહન ચલાવીએ ત્યારે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરવું જરૂરી છે જિલ્લા પોલીસ લોકોને હેરાન કરવાના ઇરાદે લોકોને અટકાવતી નથી કે પકડતી નથી પોલીસનો આશય એ છે કે લોકો વાહન ચલાવતી વખતે તકેદારી રાખે અને અકસ્માત સમયે હેલ્મેટ પહેર્યું હોય તો તેમનો જીવ બચી શકે જેથી પોલીસ લોકોને નિયમોનું પાલન કરાવે છે.ત્યારે જિલ્લામાં થતા જીવલેણ અકસ્માત રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા નવો અભિગમ અપનાવી દરેક રેન્જમાં હેલ્મેટ વિતરણ કરવાની કામગીરી કરાઈ રહી છે 

એલ.એન્ડ ટી.ના અધિકારીના હસ્તે હેલ્મેટ વિતરણ

આજે પારડી નજીકમાં આવેલ બાલદા ગામે રેન્જ આઈ જી કુમાર પંડિયન અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક  રાજદીપસિંહ ઝાલા,ડી વાય એસ પી મનોજ સિંહ ચાવડા,પી આઈ મયુર પટેલની હાજરીમાં ગ્રામ પંચાયત બાલદા ખાતે એલ એન્ડ ટી કંપનીના સહયોગ દ્વારા 500 જેટલા બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ માટે ગુલાબી હેલ્મેટ અને યુવકો માટે કાળા રંગના હેલ્મેટ વિતરણ કરાયું હતું 

આ પ્રસંગે રેન્જ આઈ જી રાજકુમાર પંડિયને જણાવ્યું કે છેલ્લા 3 વર્ષ થી અલગ અલગ જિલ્લામાં અલગ અલગ રેન્જમાં હેલ્મેટ વિતરણ કરતા આવ્યા છે જે વિસ્તારમાં વધુ ફેટલ અકસ્માતો થાય છે એ વિસ્તારને આઇડેન્ટિફાઈ કરી તે વિસ્તારમાં હેલ્મેટ વિતરણ કરાય છે રેન્જ આઈ જી કહ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બાઈક ખરીદી કરે ત્યારેજ તેમણે હેલ્મેટ અને જરૂરી સેફટીના સાધનો લેવા જોઈએ જેથી પોલીસનું અડધું કાર્ય તો ત્યારેજ પૂર્ણ થઈ જાય છે તેમણે કહ્યું કે બાઈક ચલાવનાર અને પાછળ બેસનાર બંનેએ હેલ્મેટ પહેરવું જોઈએ અને હાઇવે ઉપર તો ફરજિયાત હેલ્મેટ પહેર્યા બાદ જ નીકળવું જોઈએ તેમણે કહ્યું કે જિલ્લામાં હાઇવે ઉપર આવેલ ટોલ પ્લાઝા ઉપર ચેકીંગ કરી જો કોઈ બાઈક ચાલક હેલ્મેટ વગર નીકળે તો તેને હેલ્મેટ વગર ટોલ પ્લાઝા પણ ક્રોસ નહિ કરવા દેવામાં આવે પહેલા હેલ્મેટ પહેરો પછી જ ટોલ પ્લાઝા ક્રોસ કરવાની છૂટ આપવામાં આવશે આ તમામ નિયમો બાઈક ચાલકોની સુરક્ષા માટે જ અમલમાં હોવાનું તેમણે જણાવ્યું હતું 

આજે બાલદા અને આસપાસના વિસ્તારોમાં  રહેતા 500 લોકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા ..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!