ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

On: April 21, 2026 4:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિદ્યાર્થીઓ અહીં આવી ધ્યાન કરશે તો વિદ્યાર્થીઓમાં નવી શૈક્ષણિક ચેતનાનો સંચાર થશે :  સ્વામી નિખિલેશ્વરાનંદજી


શ્રી રામકૃષ્ણ – વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ, ધરમપુરના ઉપક્રમે રાજમહેલ રોડ સ્થિત નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિરનું ઉદ્ઘાટન તથા લોકાર્પણ અક્ષય તૃતીયાના પાવનદિને શ્રી રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ, વારાણસીના અધ્યક્ષ શ્રીમત સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજના વરદહસ્તે તથા શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાયો હતો આ મંદિર ધરમપુર નગર માટે આધ્યાત્મિક ધરોહરનું મુખ્ય કેન્દ્ર બની રહેશે

સવારે ૭:૩૦ કલાકે મંદિરનું મંગલ ઉદ્ઘાટન વેળાયે ઉપસ્થિત નવ જેટલા સન્યાસીવૃંદો – ગુજરાત રામકૃષ્ણ ભાવપ્રચાર પરિષદના સભ્યો, નગર અને આસપાસના આદિવાસી વિસ્તારના ભક્તગણોએ મંદિરની ફરતે ફરી વૈદિક મંત્રોચાર કરતા સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક રંગે રંગી દીધું હતું, બાદ સ્વામી વિશ્વત્માનંદજી મહારાજે રીબીન કાપી અને તકતી અનાવરણ કરી મંદિર સૌ ભક્તો માટે મંદિરનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું હતું મંદિર પ્રવેશ બાદ વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને હવન, ભોગ આરતી કરવમાં આવી હતી, બાદ સ્થાપક ડો દોલતભાઈ દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

સાડા દશ વાગ્યે આયોજિત જાહેરસભામાં શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી  નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે ધરમપુરમાં હવે ઠાકુર બિરાજમાન થઇ ગયા છે અહીંથી વિદ્યાર્થીઓમાં નવી ચેતનાનો સંચાર થશે અને વધુને વધુ વિદ્યાર્થીઓ સહીત તમામ નગરજનો અને આસપાસના આદિવાસી ભાઈ બહેનો અહીં આવી પ્રાર્થના ધ્યાન જપ કરશે તો ચોક્કસ માનસિક શાંતિ મેળવશે

ઉદ્ઘાટક સ્વામી વિશ્વાત્માનંદજી મહારાજે જણાવ્યું કે “શ્રી રામકૃષ્ણ સૌના છે” આ પરિસરમાં કોઈ પણ ધર્મના લોકો આવી શકે, જે રામ હતા જે કૃષ્ણ હતા એ જ હવે સાંપ્રત સમયમાં રામકૃષ્ણ બની આવ્યા છે, આજે ઉદ્ઘાતીત થયેલા મંદિરમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ આવશે તો એમના જીવનમાં આમુલ પરિવર્તન આવશે, સ્વામીજીયે ઉપસ્થિત આદિવાસી ભાઈ બહેનોને વધુમાં વધુ આ મંદિર પરિસર અને ટ્રસ્ટ દ્વારા થતી વિવિધ પ્રવૃતિઓનો પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો

આ પ્રસંગે સ્વામી આત્મદિપાનંદજી (પોરબંદર), સ્વામી સુખાનંદજી (ભુજ), સ્વામી પ્રભુસેવાનંદજી (અમદાવાદ), સ્વામી ગુણાશ્રેયાનંદજી (લીંબડી), સ્વામી સેવાવ્રતાનંદજી (બિલાસપુર), સ્વામી ઈષ્ટમયાનંદજી (વડોદરા) અને સ્વામી મંત્રેશાનંદજી (આદિપુર) સહિતના સન્યાસીવૃંદો – સંતો આ પાવન પ્રસંગે પ્રેરક ઉદબોધન કર્યા હતા, શ્રી રામકૃષ્ણ – વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટના તમામ સભ્યોની કામગીરી ઉપસ્થિત સૌએ વખાણી હતી આ પ્રસંગને વધવવા સમગ્ર્ર ગુજરાતભરમાંથી ઠાકુરભક્તો જોડાયા હતા.

આ પ્રસંગે ટ્રસ્ટના રાહુલભાઈ વસાણી, મુકેશભાઈ મેરાઈ, ગીરીશભાઈ સોલંકી, હિતેષભાઇ મેરાઈ, ઉદયભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ જેવા ટ્રસ્ટીઓ, નગરના અગ્રણીઓ, પાલિકાના કોર્પોરેટરો, સામાજિક કાર્યકર્તાઓ, આદિવાસીઓ વિસ્તારના ભાઈ-બહેનો, પત્રકારો મોટી સંખ્યામાં જોડાયા હતા, કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રતિક કોટકે આટોપી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!