પ્રો. ડો. એમ. એલ શ્રોફની જન્મ જયંતી નીમિત્તે રોફેલ કોલેજ ઓફ ફાર્મસીમાં ફાર્મા અન્વષેણ-૨૦૨૬ યોજાશે.

On: March 22, 2026 12:42 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં ફાર્મસી શિક્ષણનાં જનેતા પ્રો. ડો. એમ.એલ શ્રોફની જન્મ જયંતી દર વર્ષે ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે ફાર્મા અન્વેષણ ૨૦૨૬ ( દમણ, દીવ, દાદરાનગર હવેલી અને ગુજરાતનાં) દક્ષિણ ગુજરાત ખાતે રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ શ્રી જી. એમ. બિલાખિયા કોલેજ ઓફ ફાર્મસીમાં તા. ૨૪માર્ચ ૨૦૨૬નાં દિને દક્ષિણ ગુજરાતની સંયુક્રત ફાર્મસી કોલેજોનાં સહયોગથી પદ્મ ભૂષણ શ્રી રજજુ શ્રોફ વાપી મહાનગર પાલિકા ઓડેટોરિયમ્ ખાતે ઉજવવામાં આવશે. ફાર્મ અન્વેષણ ૨૦૨૬ની ઉજવણી ફયુચર ફાર્મા ઈકોસિસ્ટમ: ફોસ્ટેરિંગ સિનર્જી અમાઁગ એકેડેમીયા, ઈન્ડસ્ટ્રી, રિસર્ચ, રેગ્યુલેટરી એન્ડ પ્રેકટીસ થીમ હેઠળ યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિધાર્થીઓ તેમજ અધ્યાપકોમાં ડો. એમ. એલ. શ્રોફ સરની ફાર્મસી કોર્ષ પ્રત્યેનું સમર્પણ તેમજ ફાર્મસી કોર્ષમાં વિવિધ શોધ તેમજ રિસર્ચને પ્રોત્સાહન આપવાનું છે. જેના ભાગ અનુસાર વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે પોસ્ટર પ્રેઝન્ટેશન, પેટન્ટ ફાઈલ, પેટન્ટ પબ્લીકેશન, સ્ટાર્ટઅપ, આઈડીયા પીચીન્ગનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ડો. મોન્ટુભાઈ પટેલ, ફાર્મસી સેન્ટ્રલ કાઉન્સીલનાં સભ્યો, ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ પ્રેસિડન્ટશ્રી, એફડીસીએ-ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રાજયનાં ડ્રગ કમિશ્રનરો, ડ્રગ ઈન્સપેકટરો તથા ફાર્મા. ઉધોગપતીઓ તેમજ દક્ષિણ ગુજરાતની ફાર્મસી કોલેજો ઉપરાંત મહારાષ્ટ્રની કોલેજોનાં અધ્યાપકો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહશે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!